Jamnagar : PM Modiને પહેરાવેલી હાલારી પાઘડીની ટીકા મામલે જામ સાહેબે લખ્યો પત્ર, કહી આ વાત, જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-06 17:24:17

ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત નથી આવ્યો.. ક્ષત્રિય સમાજ ચૂંટણી પછી પણ આંદોલન યથાવત રાખશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ જામનગરના જામ સાહેબે અનેક વખત પત્ર લખ્યો છે ત્યારે ફરી એક વખત તેમના દ્વારા પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જામસાહેબના પત્રમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પીએમ મોદીને આપેલી પાઘડી અંગે પણ વાત કરવામાં આવી છે..


જામસાહેબે પત્રમાં લખ્યું છે કે - 


હું પહેલા તો કહેવા માંગીશ કે મને એ જોઈને આશ્ચર્ય થયું કે સામાન્ય ગામડામાંથી આવતા સામાન્ય માણસોએ પણ ખુબ વિશાળ સંખ્યામાં હાજર શ્રોતાઓની વચ્ચે આત્મવિશ્વાસથી ભાષણ આપ્યું, એના માટે એમને અભિનંદન પણ આપુ છું, જો કે એમનાં વક્તવ્યનું પરીણામ શું આવી શકે છે એ એમણે નથી વિચાર્યું. જો કે હવે મારી પાસે પણ એમને વળતા પુછવા માટે અમુક પ્રશ્નો છે


સૌથી પહેલા તો પ્રધાનમંત્રી મોદીના માથે મુકવામાં આવેલી હાલારી પાઘડીની વાત, માનનીય પ્રધાનમંત્રી મોદીએ ક્યારેય કોઈ સ્ત્રી કે જાતિ માટે ખોટી ટિપ્પણી નથી કરી, ઉપરથી આપણે જાણીએ છીએ એમ એમણે હંમેશા આઉટ ઓફ વે જઈને પણ બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને દેશની કરોડો સ્ત્રીઓની મદદ અને ઉદ્ધાર માટે કામ કર્યા છે. એટલે આ રીતે તો પ્રધાનમંત્રી મોદીને ના જ મુલવવા જોઈએ. કોઈ કશું બોલે છે તો એના માટે રાષ્ટ્રીય નેતાને કેવી રીતે જવાબદાર માની લેવાનાં!


આ સામાન્ય વક્તાઓ કદાચ એ સમજતા જ નથી કે આપણે લોકશાહી વાળી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં દરેકની પાસે વાણી સ્વતંત્રતા છે. એટલે કોઈ કશું બોલે તો એના જવાબમાં તમે પણ જવાબ આપી શકો છો. જો આ પ્રકારનું અપરિપક્વ વર્તન આપણે ચાલવા દઈશું તો તો એ આપણી લાંબા સંઘર્ષ અને મહાત્મા ગાંધીએ આખુ જીવન આપેલી કુરબાની પછી મળેલી સ્વતંત્રતાને વિનાશમાં ફેરવી દઈશું. 


છેલ્લે એટલું કહીશ કે કોઈના દ્વારા કશું બોલવામાં આવે તો એનાથી તમારા ચારિત્ર્ય પર કોઈ અસર નથી થતી, એ જ રીતે રૂપાલાના બોલવાથી કોઈ પણ સ્ત્રીની ગરિમાને કેવી રીતે અસર થવાની છે! 

- જામ શત્રુશલ્યસિંહજી


પીએમ મોદીએ જ્યારે જામનગરમાં સભા કરી હતી

મહત્વનું છે કે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જામનગરમાં જનસભાને સંબોધી હતી.. જનસભાને સંબોધિત કરતા પહેલા તે જામસાહેબને મળવા માટે પહોંચ્યા હતા. જામસાહેબે તેમને પાઘડી આપી હતી અને જનસભાને સંબોધન કરતી વખતે તેમણે તે પાઘડીને પહેરી રાખી હતી અને પોતાના સંબોધનમાં તેમણે પાઘડીનો ઉલ્લેખ પણ કર્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?