Jamnagar : Rahul Gandhiનાં નિવેદન પર જામ સાહેબે આપી પ્રતિક્રિયા, ઉદાહરણ આપી કહ્યું કે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-01 18:02:50

ગુજરાતમાં થોડા સમયથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે... પહેલા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તો તે બાદ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે.... પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં જામનગરના જામસાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ત્યારે આજે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર જામસાહેબે પ્રતિક્રિયા આપી છે...    

જામસાહેબે આપી રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે રાજનીતિ ગરમાતી હોય છે.. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ક્ષત્રિયોમાં આક્રોશ ડબલ થઈ ગયો અત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે અને હવે ના માત્ર પરષોતમ રૂપાલા પણ હવે રાહુલ ગાંધી સામે પણ ક્ષત્રિયોએ લાલ આંખ કરી છે. ત્યારે આજે રાહુલ ગાંધીના નિવેદન પર જામ સાહેબે ખેડૂતના ઉદાહરણ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. 


પત્રમાં શેનો કરાયો છે ઉલ્લેખ?

જામસાહેબે એક ખેડૂતને તેની જમીનના બદલે ડબલ જમીન કૂવો પાણી અને બાજરો વાવેલી જમીન આપવામાં આવી હતી એ વાત સાથે એક પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે જ્યારે મહારાજા જામસાહેબ શ્રી રણજીતસિંહજી ઓફ નવાનગર તેમનું નવું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા હતા. તે સમય દરમિયાન એક દિવસ તેઓ ઘોડેસવારીએ એક નાની વાડી જે એમના નવા ગેસ્ટ હાઉસથી નજીકમાં હતી તેની મુલાકાતે ગયા. જામસાહેબે આ વાડીના માલિક ખેડૂતને પ્રશ્ન કર્યો કે એમને ગેસ્ટ હાઉસના ઉપયોગ માટે અહીં બગીચો બનાવવો હોય તો આ વાડી મને એટલે કે જામસાહેબને આપવા તૈયાર છો ? 


ખેડૂતે જામસાહેબને એમ સમજાવવાની અરજ કરી કે આ વાડી ઉપર મારું અને મારા પરિવારના ગુજરાનનો આધાર છે. અમે આ વાડી છોડી દઇએ તો અમે અમારું ગુજરાન કેમ કરીએ ! જવાબમાં જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે આ વાડી મને સોંપો તો એના બદલામાં હું તમને એટલી ને એટલી ખેતીની જમીન આપું. પરંતુ ખેડૂતે નમ્રતાથી કહ્યું કે પોતે જે વાડી સોંપશે તે બહુજ ઉત્તમ ખેતીવાળી છે, જેની સામે આપ અમને જમીન આપશો એ તો પડતર જમીન હશે. એના અનુસંધાને જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે એક વર્ષનો સમય લઇને નવાનગર સ્ટેટની માલિકીની ગમે તે તમને લાયક જમીન દેખાય અને તમને જે પસંદ હોય તે જમીન હું તમને આપીશ.


અમુક સમય બાદ જ્યારે ખેડૂતે જામસાહેબને જણાવ્યું કે તેણે એક જમીન પસંદ કરી છે. ત્યાર પછી એક રાજનો અમલદાર ગાડી લઇને ખેડૂતને તે જમીન દેખાડવા લઇ ગયો. ઘણા દિવસો વીતી જતાં, ખેડૂતના પરિવારના સભ્યો કહેવા લાગ્યા કે મહારાજા આપણી સાથે તો બહુજ સારી રીતે વાતો કરી ગયા પરંતુ પછી બધુ ભૂલી ગયા લાગે છે. સારી વાત એ હતી કે અચાનક એક દિવસ તે જ રાજના અમલદાર પાછા એ ખેડૂતની વાડીએ આવ્યા અને ખેડૂતને વિનંતી કરી અને જમીન જોવા લઇ ગયા. 



ભૂતકાળમાં એવા રાજાઓ પણ હતા જેમણે.... 

જમીન જોતા ખેડૂતે અમલદારને કહ્યું કે સાહેબ મેં તો એક નાનકડી અને બિલકુલ ઉજ્જડ જમીન પસંદ કરી હતી, જ્યારે આ જમીન તો બમણી મોટી છે, તેમાં સરસ મોટો પાણીથી ભરેલો કૂવો છે, સરસ મકાન ઉભું છે અને જમીનમાં બાજરાનો પાકેલો મોલ ઉભો છે. આ મારી બતાવેલી જમીન કેમ હોય ? ને પછી એ ખેડૂતને અમલદાર સમજાવે છે કે જામ સાહેબે આ ઘર ને બધુ તમારા માટે બનાવ્યું છે પોતાના ખર્ચે અને તમને એમને તમારી જમીન કરતાં બમણી જમીન આપવાનું નક્કી કર્યું હતું અને અંતે પત્રમાં લખ્યું રાજાશાહીના વખતમાં રાજા-મહારાજાઓ આવી રીતે કામ અને જામસાહેબે જે ઉદાહરણ આપ્યું છે એ તમામ લોકોએ યાદ રાખવું જોઈએ કે ભૂતકાળમાં એવા રાજાઓ પણ રહ્યા છે જેમણે માત્ર પ્રજાના કલ્યાણ માટેનું વિચાર્યું છે... 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.