Jamnagar : મોટી ખાવડી પાસે આવેલા રિલાયન્સ મોલમાં લાગી ભીષણ આગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 10:08:41

આગ લાગવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગને કારણે માલહાની તો થાય છે પરંતુ અનેક વખત જાનહાની પણ થાય છે. ત્યારે ગઈકાલે જામનગરમાં મોડી રાત્રે રિલાયન્સ મોલમાં એકાએક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં બની હતી,

આગની ઘટનામાં નથી થઈ કોઈ જાનહાની! 

જામનગરમાં ગુરૂવાર રાત્રે આગ લાગવાની દુર્ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં મોડી રાત્રે એવી ભયંકર આગ લાગી કે આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા! આ આગ એવા સમયે લાગી જ્યારે મોલ બંધ હતો. રિલાયન્સના પ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગના ધુમાડા ઉંચે સુધી ઉડ્યા હતા. 



અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા!

મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી. મોલ બંધ હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુ લેવાના કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા. મોલનો 60 ટકા જેટલો ભાગ આગમાં ખાખ થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે. અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા હતા, 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...