આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી વંદા નિકળી રહ્યા છે. જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કયા ત્યારે તેમથી વંદો નિકળ્યો!
આઈસ્ક્રીમમાંથી નિકળ્યો હતો વંદો
બહારનું કંઈ ખાવું હોય ત્યારે આપણે કોઈ Standard જગ્યા પર જઈએ છીએ. એવું માનીને કે ત્યાંની વસ્તુઓ સારી આવતી હશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે વીડિયો, જે સમાચારો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. કોઈ વખત ખાવાની વસ્તુમાં મચ્છર નીકળે છે તો કોઈ વખત ખાવાની વસ્તુમાંથી વંદો નીકળે છે. જી હાં, થોડા સમય પહેલા ચાશવાલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં આઈસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો હતો ત્યારે હવે પિઝામાંથી વંદો નિકળ્યો છે.
સાવધાન! Jamnagar પંચવટી હોસ્પિટલ નજીક આવેલી Chhaswalaની આઇસ્ક્રીમ માંથી વંદો નીકળ્યો #chhaswala #jamnagar #stop #jmc #jamnagari #chhas #icecreem #viral #viralvideos #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/jMuLYpImLz
— Jamawat (@Jamawat3) September 29, 2023
યુએસ પીઝાના પીઝામાંથી નીકળ્યો વંદો
જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કર્યો ત્યારે તેમથી વંદો નિકળ્યો! JMC ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે જ્યારે ચોંકાવનારી વાત એ છે કે ગઈકાલે જામનગરમાં છાશવાલા શોપની આઇસક્રીમમાંથી વંદો નીકળ્યાનું સામે આવ્યું હતું. એક ગ્રાહકે છાશવાલા શોપથી આઈસ્ક્રીમ લીધા બાદ તેમાં જીવાત જેવુ દેખાતા તાત્કાલિક તેમણે છાશવાલાના કસ્ટમર કેર નંબર પર વાત કરી હતી. જોકે કસ્ટમર કેર દ્વારા ગ્રાહકને અભદ્ર ભાષામાં જવાબ અપાયો હોય તેવા આક્ષેપો થયા છે.
અમદાવાદમાં પણ બની ચૂક્યો છે આવો કિસ્સો
આ તરફ ઘટનાને લઈ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પહોંચી ચેકિંગ હાથ ધરી હતી. તે દરમિયાન ફ્રિજમાંથી પણ વંદા મળી આવ્યા હતા. થોડા દિવસ પેહલા પણ આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલમાં પણ બન્યો હતો. અને અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે આવેલા લાપીનોઝ પીઝા સેન્ટરમાંથી કસ્ટમરે પીઝા મંગાવ્યા હતા.પીઝામાંથી વંદો નિકડવાનો કિસ્સો સામે આવ્યો હતો.
આરોગ્ય વિભાગની ટીમની કામગીરી પર પણ ઉઠે છે અનેક પ્રશ્નો
જો તમે બ્રાન્ડેડ પીઝા ખાવા માટે જાઓ છો તો બે વખત તપાસ કરી લેજો કારણકે હવે આવા બ્રાન્ડેડ પીઝામાં પણ જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હોટલ અને રેસ્ટોરેન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થી રહ્યા છે. અનેક હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. આ બધુ થયા પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
જો તમે પણ બહારનું ખાવ છો તો ચેતી જજો...
છેલ્લા એક મહિનામાં આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પીઝા સેન્ટરોના પીઝામાંથી જીવજંતુઓ નીકળતા હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આવા પીત્ઝા સેન્ટરોના આઉટલેટ સામે કડક કાર્યવાહી અને ચેકિંગ હાથ ધરવું જોઈએ પરંતુ તેવી નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તમે પણ બહારનું ખાવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો...