જમ્મુ-કાશ્મીરમાં એક ભયાનક અકસ્માતમાં 36 લોકોના મોત થતા અરેરાટી મચી ગઈ છે. ડોડા જિલ્લાના કિસ્તવાડમાં બુધવારે બપોરે બગ્ગર વિસ્તારના ત્રાંગલમાં એક બસ 300 ફિટ ઉંટી ખીણમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં 19 ઘાયલ થયા છે, પેસેન્જર બસ કિસ્તવાડથી જમ્મુ જઈ રહી હતી.
બસ પરનો કાબુ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના
આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘાયલોને સારવાર માટે ડોડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર છે, આ અકસ્માત બાદ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે. બસમાં 56 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
डोडा बस हादसा | प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रत्येक मृतक के परिजनों के लिए पीएमएनआरएफ से 2 लाख रुपए की अनुग्रह राशि देने की घोषणा की। घायलों को 50 हजार रुपए दिए जाएंगे।#JammuAndKashmir https://t.co/SSuGSzjgxM pic.twitter.com/RWVATcRsXJ
— ANI_HindiNews (@AHindinews) November 15, 2023 >મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાયઆ હ્રદયદ્રાવક અકસ્માત બાદ દરેક મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખની સહાય અને ઘાયલોને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. દુર્ઘટના અંગે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યું ટ્વીટ
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કમનસીબે 5 લોકોના મોત થયા છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. વધુ ઘાયલોને ટ્રાન્સફર કરવા માટે હેલિકોપ્ટર સેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરીયાત મુજબ તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હું સતત સંપર્કમાં છું.”