જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા એક વર્ષમાં 187 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીના એક લેખિત સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. નિત્યાનંદે વધુ માહિતી આપતા જણાવ્યું કે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મિરમાં 111 આતંક વિરોધી ઓપરેશન્સ ચલાવ્યા હતા.
નિત્યાનંદ રાયએ શું જાણકારી આપી?
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ પણ જણાવ્યું કે વર્ષ 2022માં 125 આતંકવાદી ઘટનાઓ બની હતી. તે સાથે જ 2022માં જમ્મૂ-કશ્મીરમાં 117 વખત આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. નિત્યાનંદ રાયે જણાવ્યું કે વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 180 આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને 95 આતંક વિરોધી અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. તે સાથે જ 2021માં કુલ મળીને 100 અથડામણ અને 129 આતંકવાદી ઘટનાઓની જાણકારી મળી હતી.