કાશ્મીર ખીણના પુલવામામાં એક મોટા આતંકવાદી ષડયંત્રને પોલીસ અને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે અહીં એક આતંકવાદીની ધરપકડ કરી છે, આ સાથે જ લગભગ છ કિલો IED પણ જપ્ત કર્યું છે. આ મામલે પોલીસ અને સુરક્ષા દળો વધુ તપાસ ચલાવી રહ્યા છે.
J-K: Major tragedy averted in Pulwama, police recover IED from terror associate
Read @ANI Story | https://t.co/VQfHCpi29w#Pulwama #IED #PulwamaPolice pic.twitter.com/LhLVNbmIzT
— ANI Digital (@ani_digital) May 7, 2023
મોટું આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ
J-K: Major tragedy averted in Pulwama, police recover IED from terror associate
Read @ANI Story | https://t.co/VQfHCpi29w#Pulwama #IED #PulwamaPolice pic.twitter.com/LhLVNbmIzT
મળતી માહિતી અનુસાર, પુલવામા પોલીસે આતંકવાદી સુત્રધાર ઈશફાક અહેમદ વાનીની ધરપકડ કરી છે. તે પુલવામાના અરીગામ વિસ્તારનો રહેવાસી છે. તેના ખુલાસા પર, પોલીસે લગભગ પાંચથી છ કિલો વજનનો IED જપ્ત કર્યું હતું. જેના કારણે પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.
સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર
સતત ત્રણ એન્કાઉન્ટર બાદ ઉત્તર કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ એન્કાઉન્ટરમાં સંયુક્ત સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વધારાના સુરક્ષા કર્મચારીઓને જમીન પર તૈનાત કરવામાં આવ્યા છે, હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓ અથવા વિસ્ફોટકોની એક જગ્યાએથી બીજી જગ્યાએ હિલચાલ અટકાવવા માટે ઉભા કરાયેલા વિવિધ ચેક પોઈન્ટ પર સ્નિફર ડોગ્સ સુરક્ષા કર્મચારીઓને વાહનોની તપાસમાં મદદ કરી રહ્યા છે.