જમ્મુ-કશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઉંડી ખાણમાં પડતા ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. મૃતકોમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) પણ સમાવેશ થાય છે. ભારતીય સેનાએ બુધવારે આ દુર્ઘટનાની માહિતી આપી છે. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનો લપસી પડતા ઉંડી ખીણમાં પડી ગયા હતા.
LoCની નજીક પેટ્રોલિંગ કરતા હતા જવાનો
આર્મીએ જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે સર્જાઈ જ્યારે જવાનો એલઓસીની નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જેસીઓ અને બે અન્ય રેંકના જવાનો માછિલ સેક્ટરમાં રૂટીન પેટ્રોલિંગ પર હતા તે સમયે જ લપસી પડતા ઉંડી ખાઈમાં પડી ગયા હતા.
શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટ કરીને કહ્યું એક નિયમિત ઓપરેશન્સ ટાસ્ક દરમિયાન એક જેસીઓ અને બે આઆરના જવાનો ઉડીં ખાઈમાં પડી ગયા છે. રસ્તા પર બરફ પડ્યો હતો. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનોના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે.