જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ, સેનાના બે કેપ્ટન સહિત ત્રણ શહીદ


  • Published By :
  • Published Date : 2023-11-22 19:33:58

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે કેપ્ટન સહિત ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર સેનાને આજે સવારે 9 વાગ્યે આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટરમાં સેનાના બે કેપ્ટન અને એક જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યો છે.


આતંકીઓએ ઘાત લગાવીને કર્યો હુમલો


પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે બે આતંકીઓ છુપાયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગમાં બે અધિકારીઓ અને એક જવાન શહીદ થયા છે.સર્ચ ઓપરેશનમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોની સાથે પેરાટ્રુપર્સ પણ જોડાયા હતા. પરંતુ આતંકીઓ છુપાઈને બેઠા હતા. જેવી સેના તે આતંકીઓની નજીક પહોંચી કે આતંકીઓએ સેના પર ઝડપથી ગોળીબાર શરૂ કરી દીધું હતું. જેમાં બે કેપ્ટન રેન્કના ઓફિસર અને સેનાનો એક જવાન શહીદ થયો હતો. સેનાનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યો છે, ઘાયલ જવાનના હાથ અને છાતીમાં ઈજાઓ છે.


વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો 


9 કલાકથી વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જેથી આતંકીઓ ભાગી ન શકે. કહેવામાં આવી રહ્યું છે કે એનકાઉન્ટરમાં રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન અને પેરાટ્રૂપર્સનો બીજો કેપ્ટન શહીદ થયો છે. જ્યારે પેરાટ્રૂપર્સનો એક સાર્જન્ટ શહીદ થયો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?