જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલો પૂંચના સુરનકોટ તહસીલના ડેરા કી ગલી (DKG) જંગલ વિસ્તારમાં બની છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. ઘાયલ સેનાના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સેનાએ કહ્યું છે કે ગઈકાલે બુધવારે રાત્રે પુંછના સુરનકોટ અને બાફલિયાઝના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ગુરુવારે પણ એન્કાઉન્ટર ચાલુ છે. આતંકવાદીઓને ઘેરવા માટે વધારાના દળો સ્થળ પર મોકલવામાં આવ્યા છે.
આ વર્ષે 25 સુરક્ષાકર્મીઓ થયા શહીદ
ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે 30 નવેમ્બર સુધી જમ્મુ-કાશ્મીરમાં 25 સુરક્ષાકર્મીઓ જ્યારે 2018માં 91 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.