જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય સેનાના વાહનમાં આગ લાગતાં પાંચ જવાનો શહીદ થયા હતા. વાસ્તવમાં તે વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. મોડી સાંજે આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સેનાના એક વાહન પર આતંકી હુમલો થયો હતો. સેનાએ કહ્યું છે કે ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવીને અજાણ્યા આતંકવાદીઓએ બેર ગલી અને પૂંચ વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડના કારણે વાહનમાં આગ લાગી હોવાની આશંકા છે.
આતંકી સંગઠન PAFFએ જવાબદારી લીધી
બીજી તરફ આ આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ PAFF (PAFF)એ લીધી છે. PAFFએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું બદવાયેલું સ્વરૂપ છે. જે આ પહેલા પણ ઘણા હુમલાઓની જવાબદારી સ્વીકારી ચૂક્યું છે.
પાંચ જવાન શહીદ, એક ઘાયલ
મળતી માહિતી મુજબ, ગુરુવારે બપોરે લગભગ 3 વાગે પૂંચ જિલ્લાના ભટાદુરિયા વિસ્તારમાં સેનાના એક પેટ્રોલિંગ વાહનમાં આગ લાગી હતી. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા અને એક ઘાયલ થયો હતો. જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સેના અને પોલીસની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ સાંજે સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
#WATCH | Security forces secure the area where an Army truck was attacked by terrorists in Poonch dist, J&K. 5 personnel of Rashtriya Rifles deployed in this area lost their lives
Army says terrorists may have thrown grenades at the truck which led to the vehicle catching fire. pic.twitter.com/Z5JD7gFhZm
— ANI (@ANI) April 20, 2023
સેનાએ આપ્યું આ નિવેદન
#WATCH | Security forces secure the area where an Army truck was attacked by terrorists in Poonch dist, J&K. 5 personnel of Rashtriya Rifles deployed in this area lost their lives
Army says terrorists may have thrown grenades at the truck which led to the vehicle catching fire. pic.twitter.com/Z5JD7gFhZm
સેનાના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું હતું કે સેનાનું આરઆર વાહન બિમ્બર ગલીથી પૂંચ તરફ જઈ રહ્યું હતું. લગભગ 3 વાગ્યે આ વિસ્તારમાં તેના પર આતંકી હુમલો થયો હતો. ભારે વરસાદનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓએ વાહન પર ગોળીબાર કર્યો હતો. જે બાદ ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે જવાનોને સંભાળવાનો મોકો મળ્યો ન હતો. જેના કારણે વાહનમાં આગ લાગી હતી અને વાહનમાં હાજર 6 જવાન ઘાયલ થયા હતા. જેમાં પાંચ જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. એક ઘાયલને સારવાર માટે રાજૌરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.