15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. ખેલૈયાઓમાં ગરબાને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાને લઈ ગરબા આયોજકોએ તેમજ ખેલૈયાઓએ તૈયારીઓ કરી લીધી છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ તારીખો દરમિયાન વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 17 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની તેમજ ગરબા આયોજકોની ચિંતા વધી છે. 13,14 તેમજ 15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
નવરાત્રી દરમિયાન વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે
14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં મેચ યોજાવાની છે. મેચને લઈ ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત 15 ઓક્ટોબરથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઘણા સમય પહેલા કરી દીધી હતી. નવરાત્રી દરમિયાન ગરબાની મજા વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વરસાદને લઈ કાકાએ આગાહી કરી છે કે 12 ઓક્ટોબર દરમિયાન અરબ સાગરમાં હાઈપ્રેશર બનશે. તે ઉપરાંત 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતાઓ રહેલી છે. જેને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગે આ અંગેની જાહેરાત કરી લીધી છે.
ગુજરાતમાં આ તારીખો દરમિયાન વરસી શકે છે વરસાદ
ઓક્ટોબર મહિનામાં વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કાકાની આગાહી મુજબ દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવી શકે છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે જે વરસાદ લાવશે, 10થી 12 ઓક્ટોબર દરમિયાન અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થવાની છે તે મજબૂત સિસ્ટમ હશે. જેને કારણે નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.
નવરાત્રી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો
આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 15 ઓક્ટોબરની આસપાસ હિમાલયના ભાગોમાં બરફ પડવાની શરૂઆત થઇ શકે છે. ઓક્ટોબરમાં ફરી એક વખત ચોમાસાની સિઝન જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 17થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ગરબાના રંગમાં ભંગ પડી શકે છે. અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ સક્રિય થશે જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. નવરાત્રીમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે 14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે.