Jamawat Weather Analysis : Gujaratમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો તારીખો પ્રમાણે ક્યાં થશે વરસાદનું આગમન, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-11 15:15:27

રાજ્યમાં ચોમાસાનું આગમન તો ધમાકેદાર થયું હતું. જૂન જુલાઈ મહિનામાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો પરંતુ ઓગસ્ટ  મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ફરી પધરામણી કરી છે જેને કારણે જગતના તાતની ચિંતા ઓછી થઈ છે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ તેમજ પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આવશે વરસાદ 

ગુજરાતમાં વરસાદ ત્યારે આવે છે જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સિસ્ટમ બનવાની છે જેને કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. પરંતુ એક અનુમાન એવું પણ છે આ સિસ્ટમ જો ફંટાઈ જશે તો ગુજરાતમાં વરસાદ  ના પણ આવી શકે.


તારીખો પ્રમાણે જાણો ક્યાં ક્યારે થશે વરસાદ 

આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જે મુજબ આજે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવ્યું છે. તે સિવાય 12 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી તેમજ વલસાડમાં વરસદ આવી શકે છે. 



13 સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો તાપી, ડાંગ, નર્મદા, નવસારી જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય 14 તારીખની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, સુરત, નવસારીમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના ભાગોમાં વરસાદી માહોલ 15 તેમજ 16 સપ્ટેમ્બર દરમિયાન જોવા મળી શકે છે. મધ્યમથી હળવો વરસાદ ત્યાં ખાબકી શકે છે. 


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી? 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. જે મુજબ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે. 12 તારીખ સુધી તો ગુજરાતમાં વરસાદ રહેશે પરંતુ 12 તારીખ બાદ પણ વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે સપ્ટેમ્બરના આગામી દિવસો દરમિયાન પણ વરસાદી માહોલ જામ્યો છે. 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.     


ઓગસ્ટ મહિનો કોરો જતા ખેડૂતોની વધી હતી ચિંતા 

મહત્વનું છે કે અંબાલાલ કાકાએ વરસાદની આગાહી તો કરી છે પરંતુ વરસાદની સાથે સાથે ગરમીનું પ્રમાણ વધશે. ગરમીનું પ્રમાણ વધવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય છે અને તેને કારણે વરસાદની પધરામણી થાય છે. ઉલ્લેખનિય છે કે ઓગસ્ટ મહિનો કોરકટ સાબિત થવાને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ હતી. ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણી કરી હતી. તેમનો પાક સફળ જશે તેવી અને તેમને કમાણી થશે તેવા સપના જગતના તાતે જોયા હતા. સિઝનની શરૂઆતમાં તો વરસાદે પણ ખેડૂતોને સાથ આપ્યો પરંતુ ઓગસ્ટ મહિના બાદ ન પડેલા વરસાદે ખેડૂતોને નારાજ કર્યા હતા.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?