જમાવટે મોરબીની વેદના કહી, એક નાગરીકે કમેન્ટમાં કવિતા લખીને પીડા વર્ણવી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-01 15:33:01

મોરબીમાં દુર્ઘટના બની તે બાદ સમગ્ર ગુજરાત ગમગીન થઈ ગયું છે. આ ઘટના બાદ તમામ લોકો શોકમાં ડૂબી ગયા છે. જે લોકોએ પોતાના પરિવારના સભ્યને ગુમાવ્યા છે તે લોકો તો પોતાની વેદનાને વર્ણવી પણ નથી શક્તા. જ્યારે જમાવટે મોરબીની પ્રજાની વેદના કહી ત્યારે એક વ્યક્તિએ કમેન્ટમાં એક કવિતા પોસ્ટ કરી હતી. આ કવિતા એવી ઘટના પર લખવામાં આવી છે જેને જોઈ લોકો ખૂબ દુખી થયા છે. આ કવિતા લખાઈ છે વડાપ્રધાનના મોરબી પ્રવાસ પર તેમની મુલાકાત પહેલા કવિએ પોતાની વેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. તેમની મુલાકાતને પગલે સિવિલ હોસ્પિટલને રાતોરાત રંગીન કરી દેવામાં આવી છે. 

આ છે કવિતા-

રંગ રોગાન થાય છે, લાલ જાજમ પથરાય છે,

ને આમ જ મોરબીના પ્રજાની મશ્કરી થાય છે.

માતમમાં છે મારું પુરું મોજીલું મોરબી શહેર,

રાતો રાત એક હોસ્પિટલ દુલહન બની જાય છે.

જોવો ખેલ તમે મોત પર કેવા કેવા તાયફા થાય, 

ત્રણ દેહ એક પથારૂ પડ્યા, નવા બેડ લવાય છે.

વંચિત રહ્યું છે પ્રાથમિક સુવિધાથી મારૂ મોરબી,

પહેરી શ્વેત વસ્ત્રો ગીધો શાકાહારી બની જાય છે.

રહ્યું અસફળ તંત્ર, પ્રધાન આવતા જાગતું થયું,

બાકીના દિવસોમાં એ કુંભકર્ણ બનું સૂઈ જાય છે.

બસ કરો તમારો આ તમાશો, મૃતકોને ખલેલ પડે, 

મનોજ માનવતા ખેતરને નરાધમો ચરી જાય છે.


આ કવિતાએ તમામ મોરબી વાસીઓની વેદનાને વર્ણવી દીધી છે. વડાપ્રધાનના આગમન પહેલા સિવિલ હોસ્પિટલને ચકચકાટ કરી દેવામાં આવી છે. સરકાર જાણે મોતનો તમાશો કરતી હોય તેવું લાગે છે. મોરબીની પ્રજાની આમ જ મશ્કરી થાય છે. કુંભકર્ણ બની નિંદ્રામાં ઉંઘેલુ તંત્ર પ્રધાન એટલે કે વડાપ્રધાન આવતા અચાનક જાગી જાય છે. અને તેમના ગયા પછી તંત્ર ફરી એક વખત ગહેરી નિંદ્રામાં ઉંઘી જાય છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા આવા તાયફાથી મૃતદેહને પરેશાની પહોંચશે.          




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...