લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો પર મતદાન થયું.. ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી અને અનેક બેઠકો એવી હતી જે અનેક વખત આ ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી. વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે..
ધવલ પટેલ સાથે જમાવટની ટીમે કરી વાત ત્યારે..
જમાવટની ટીમે જનતા વતી અનેક ઉમેદવારોને ફોન કર્યા હતા તેમનું વિઝન જાણવા. ત્યારે મતદાન બાદ ઉમેદવારને એ જાણવા ફોન કર્યો હતો કે મતદાન બાદ શું તેમને પડકાર લાગે છે? ધવલ પટેલ સાથે મતદાન પૂર્ણ થયા બાદ ફોન પર વાત કરી હતી અને મતદાન બાદ તેમને શું લાગે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. વલસાડમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. ગામડાના લોકો મતદાન કરવા માટે નિકળ્યા હતા. મતદાન બાદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે સાતેય સાત વિધાનસભા વિસ્તારમાં પીએમ મોદી માટે ઉત્સાહ, આનંદ જોયો છે.. તેમના તરફી મતદાન થયું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.
કોંગ્રેસ માટે કહી આ વાત!
ધવલ પટેલની ટક્કર ઈન્ડિયા ગઠબંધનના અનંત પટેલ સાથે હતી. ત્યારે અનંત પટેલને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો. અનંત પટેલના વિસ્તારમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે ત્યારે તેને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેમને પડકાર લાગે છે? ત્યારે તેમણે કહ્યું કોઈ પડકાર નથી.. તે ઉપરાંત તે સવાલ પણ પૂછવામાં આવ્યો કે જ્યારે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે ભાજપમાં આંતરિક ડખો જોવા મળ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને સારો એવો સપોર્ટ મળ્યો છે ગ્રાઉન્ડ પર. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આ બધા કોંગ્રેસના કાવતરા હતા. મહત્વનું છે કે આ બેઠક એવી છે જ્યાં કાંટાની ટક્કર થવાની છે.