Jamawatની ટીમે કર્યો Kutch Loksabha Seatના Vinod chavda અને Nitesh Lalanને ફોન, જાણો શું છે તેમનું વિઝન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-05 13:35:14

મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. દર પાંચ વર્ષે આપણે આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતા હોઈએ છીએ.. મતદાન કરતા પહેલા અનેક વાતોને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ.. પરંતુ અગત્યનો સવાલ મતદાતાના મનમાં એ જાણવાનો હોય છે કે આગામી પાંચ વર્ષ દરમિયાન તેમના સાંસદ તેમના માટે શું કરશે? ઉમેદવારો કયા વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે અને જનતા માટે તે શું કામ કરશે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહી છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહી છે.

ભાજપના ઉમેદવાર સાથે ના થઈ શક્યો સંપર્ક કારણ કે...

જનતા વતી ઉમેદવારનું વિઝન જાણવા જમાવટની ટીમે કચ્છ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો.. ભાજપના ઉમેદવાર છે વિનોદ ચાવડા જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ લાલનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.. જમાવટની ટીમે ભાજપના ઉમેદવારને ફોન કર્યો ત્યારે તે ફ્રી ન હતા... એટલા માટે તેઓ કચ્છની જનતા માટે શું કામ કરશે તે જાણી શકાયું નથી.. મહત્વનું છે કે છેલ્લી અનેક ટર્મથી કચ્છમાં ભાજપનો વિજય થયો છે.


શું કહ્યું ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે?

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ લાલનનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે કચ્છના પ્રાણ પ્રશ્નો જેવા કે નર્મદાના નીરના, એ તાલુકાઓમાં કોલેજની વાત હોય. એ શિક્ષકોની ઘટ હોય, સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ જેવા વિષયો પર તે કામ કરશે... મોરબી વિધાનસભા વિસ્તારમાં એક પણ ફરવા લાયક સ્થળ નથી..ત્યાં ઈન્ડસ્ટ્રીના મોટા પ્રોબ્લેમ છે,રેલવે કનેક્ટિવીટિના પ્રશ્નો છે સહિતના અનેક મુદ્દાઓ પર તે મજબૂતાઈથી કામ કરશે તેવી વાત તેમણે કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે કચ્છની જનતા કોને મત આપી સંસદ પહોંચાડે છે?      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?