જમાવટની ટીમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને પૂછ્યા આકરા સવાલ.. જાણો જમાવટના પ્રશ્નોના યુવરાજસિંહે શું આપ્યા જવાબ..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-15 12:00:16

પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા આ મામલે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં અનેક લોકો પર નામ સાથે આરોપ લગાવ્યો હતો. જે બાદ ગઈકાલે ભાવનગર પોલીસ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ ગેરરીતિમાં સંડોવાયેલા 36 લોકો વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી. પરંતુ આ મામલે અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે.જેમ કે યુવરાજસિંહ પાસે દરેક માહિતી પહેલા કેવી રીતે આવી જાય છે, ઉપરાંત જો તમારી પાસે પુરાવા હોય છે તો કેમ સરકાર સમક્ષ પુરાવા પહેલા રજૂ કરવામાં નથી આવતા પહેલા પત્રકાર પરિષદ કરવામાં આવે છે?  


યુવરાજસિંહ પાસે માહિતી કેવી રીતે પહેલા પહોંચી જાય છે? 

અનેક લોકોના મનમાં એવા પ્રશ્નો થતાં હોય છે કે યુવરાજસિંહ પાસે આ બધી માહિતી પહેલા કેવી રીતે પહોંચતી હોય છે? એવા તો તેમના કેવા સૂત્રો છે જે તેમને આ માહિતી આપતા હોય છે. આ આકરા પ્રશ્ન જમાવટની ટીમે તેમને આ પૂછ્યા હતા. આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ તેમને આ અંગેની માહિતી આપતા હોય છે. સરકારી તંત્ર પર ભરોસો નહીં હોય અને મારી પર ભરોસો હશે જેને લઈ વિદ્યાર્થીઓ આ માહિતી મને પહોંચાડે છે. જવાબ આપતા તેમણે પોતાના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. આ કિસ્સામાં તેમને આખા પ્રકરણની જાણ થઈ તેવી વાત યુવરાજસિંહે કરી હતી. 


કેમ સરકારને ડાયરેક્ટ જાણ કરવાની બદલી પ્રેસ કોન્ફરન્સ કરી પુરાવા રજૂ કરે  છે?  

એવો પ્રશ્ન એ થાય કે કેમ યુવરાજસિંહ પુરાવા હોવા છતાં આવી માહિતી કેમ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તે આપે છે. સરકારને કેમ ડાયરેક્ટ પુરાવા રજૂ નથી કરતા? આ પ્રશ્ન યુવરાજસિંહને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સરકાર ઉપરનો ભરોસો સરકાર ખોઈ બેસી છે. અનેક વખત પેપર લીક થયા છે પરંતુ તેને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ વિદ્યાર્થીઓનો સરકાર પરથી ભરોસો ડગી ગયો હતો.  કારણ આપતા તેમણે કહ્યું ભૂતકાળમાં અનુભવ કરી ચૂક્યો છું. સરકારને પૂરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને કારણે તે પ્રેસ કરે છે અને પબ્લીક પ્રેશર આવે છે જે બાદ કાર્યવાહી કરવામાં આવે છે. 


શું યુવરાજસિંહ નામ હોવા છતાં પણ અનેક લોકોના નામ જાહેર નથી કરતા?  

તે ઉપરાંત યુવરાજસિંહ પર માહિતી છૂપાવવાના હોવાના આક્ષેપો પણ લાગતા રહે છે. યુવરાજસિંહ પાસે માહિતી હોય છે નામ પણ હોય છે પરંતુ તો પણ તે જાહેર નથી કરતા? આ પ્રશ્નો જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યાં સુધી ક્રોસ વેરિફિકેશન વાળી માહિતી ન હોય ત્યાં સુધી તે નામોને જગજાહેર નથી કરતા. કોઈ વખત ગામોમાં અંગત અદાવતને કારણે પણ અનેક લોકો અનેક વ્યક્તિના નામ આપી દેતા હોય છે. એટલે જ્યાં સુધી આ મામલે ક્રોસ વેરિફિકેશન નથી થતું, જ્યાં સુધી પૂરાવા અને માહિતી સાચી હોવાની વાત તેમને નથી લાગતી ત્યાં સુધી તેઓ નામ જાહેર નથી કરતા.  


શું યુવરાજસિંહ પોતાના સમાજને છોડી બીજા સમાજને ટાર્ગેટ કરે છે? 

અનેક વખત એવા પ્રશ્નો પણ લોકોના મનમાં ઉભા થાય છે કે યુવરાજસિંહ પોતાના સમાજને છોડી બીજા સમાજને ટાર્ગેટ કરે છે. આ પ્રશ્ન જ્યારે તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે કોઈ પણ સમાજને ટાર્ગેટ નથી કરી રહ્યા. જ્યારે પણ પેપર ફૂંટ્યું છે ત્યારે આ ગામથી આ જગ્યાએથી પેપર ફૂટ્યું છે તે બતાવ્યું છે. આ મુદ્દો સામાજીક મુદ્દો જ નથી. વિદ્યાર્થીઓ કોઈ સમાજના નથી. વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે હોય છે. ગુન્હામાં નાતી-જાતિ જોઈ જ નથી.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...