ભરૂચ લોકસભા બેઠક સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે... આ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છેલ્લા અનેક દાયકાઓથી સાંસદ છે.. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. તો સામે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... બંને પાર્ટીના ઉમેદવારો આગામી પાંચ વર્ષમાં પોતાના મતવિસ્તારમાં શું કામો કરશે, તેમના વિઝન શું છે તે જાણવા જમાવટ જનતા વતી ઉમેદવારને ફોન કરે છે અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરે છે..
મનસુખ વસાવા પાસે માગ્યો પાંચ વર્ષનો હિસાબ
મનસુખ વસાવા આ વખતે ભલે ઉમેદવાર છે પરંતુ તે અનેક વર્ષોથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે.. ત્યારે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં પોતાના મત વિસ્તાર માટે શું કામ કર્યા તે અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો.. પાંચ વર્ષનો હિસાબ ગણાવતા તેમણે કહ્યું કે જે જમીન જંગલની જમીન હતી તે વર્ષોથી ખેડતાતા એવા આદિવાસી પરિવારોને જમીન અપાવી.. ઉપરાંત એવા અનેક ખેડૂતોની પણ વાત કરી જે સિંચાઈથી વંચિત હતા તેમને અનેક યોજનાઓથી લાભ અપાવ્યા. સ્થાનિક લોકોને રોજગાર મળે તેવી વ્યવસ્થામાં કરવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય અનેક કામોની વાત કરી હતી.
શું છે ચૈતર વસાવાનું વિઝન?
જ્યારે ચૈતર વસાવાને તેમના વિઝન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જો તે જીતીને આવે છે તો તે સાતે સાત વિધાનસભામાં જનસંપર્ક કાર્યાલય ખોલશે. યુવાનોને કાયમી નોકરીઓ મળે તેવા પ્રયત્નો તે કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. તે ઉપરાંત શિક્ષણની વાત કરતા કહ્યું કે સારૂ અને સસ્તુ શિક્ષણ મળે તેવી તે વ્યવસ્થા કરશે.. ભ્રષ્ટાચાર નાબુદી કરવાનું કામ તે કરશે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે આ લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોણ જીતે છે?