ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો માત્ર કાગળ પર છે તેવી વાતો, તેવા કિસ્સાઓ, તેવી ઘટનાઓ આપણી સામે આવે છે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવી વાતો જમાવટ દ્વારા અનેક વખત કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી કાયદાનો કડક અમલ ક્યારે કરવામાં આવશે તે એક સવાલ છે. ત્યારે એક ઓડિયો મહીસાગરથી સામે આવ્યો જેમાં વીજ કર્મચારી દારૂના નશામાં ગ્રાહક સાથે ગેરવર્તન કરતો હતો. વાતચીત દરમિયાન ગાળો બોલતો હતો. જમાવટે આ ઓડિયોને લઈ સમાચાર બનાવ્યા હતા જેની ઈમ્પેક્ટ થઈ છે. બાલાસિનોર MGVCLમાં ગ્રાહક સાથે કન્ટ્રોલ રૂમ નંબરથી ગેરવર્તણૂક કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાઈ છે. કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ફોન પર વાતચીત દરમિયાન વિજ અધિકારીએ કર્યું હતું ગેરવર્તન
જમાવટના ન્યુઝની ધારદાર અસર અનેક વખત જોવા મળતી હોય છે. સમસ્યા જ્યારે બતાવવામાં આવે છે ત્યારે તેની પર કાર્યવાહી કરવામાં આવે છે અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે. ત્યારે દારૂબંધી ગુજરાતમાં નથી એ વાત તો અનેક વખત જમાવટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે મહીસાગરથી આવેલા ઓડિયોને લઈ જમાવટે એક ન્યુઝ ચલાવ્યા હતા. થોડા દિવસો પહેલા વીજ લાઈનની કમ્પ્લેન કરવા માટે એક ગ્રાહકે કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. ત્યાં હાજર રહેલા કર્મચારીએ નશાની હાલતમાં તે ગ્રાહક સાથે વાતચીત કરી હતી. અને આખી વાતચીત દરમિયાન તે ગાળો બોલતો રહ્યો.
ગાળો બોલનાર વીજ અધિકારીને કરાયો સસ્પેન્ડ
જમાવટ દ્વારા આ ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યા અને તેની ધારદાર અસર, તેની ઈમ્પેક્ટ જોવા મળી છે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એમ.એન.ઝાલાને MGVCL વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઓડિયોમાં તે કર્મચારી બોલી રહ્યો હતો કે હું દારૂ પીવા બેઠો છું પછી ફોન કર તેમ કહી ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું. આ ઓડિયો બાદ એ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ, એવા વીડિયો આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદા પર તમાચા સમાન હોય છે. ગુજરાતમાં અનેક વખત દારૂના જથ્થા મોટા પ્રમાણમાં પકડવામાં આવે છે.