Jamawat News Bulletin - ગુજરાતની અનેક શાળો એક શિક્ષકના ભરોસે! શક્તિપીઠ અંબાજીમાં શરૂ થયો પરિક્રમા મહોત્સવ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-13 09:26:13

બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અનેક યોજનાઓ લાગુ કરવામાં આવે છે. યોજનાઓ શરૂ કરવામાં આવે છે, બાળકો પણ શાળામાં એડમિશન લે છે પરંતુ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકો જ નથી હોતા. ગુજરાતમાં શિક્ષકો ઘટ છે તેવી વાતો અનેક વખત કરવામાં આવી છે પરંતુ ગઈકાલે વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો શિક્ષકોના ઘટની વાત કરીએ તો અમદાવાદમાં 17, ભરૂચમાં 102, બોટાદમાં 29, છોટાઉદેપુરમાં 283, દાહોદમાં 20, ડાંગમાં 10 અને ગાંધીનગરમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. 5.3 ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે. કોંગ્રેસના શૈલેષ પરમારે પ્રશ્ન કર્યો હતો કે, એક શિક્ષકથી શાળા ચાલતી હોય તેવી શાળાઓ 2022 માં 700 હતી તેની સામે આજે એક શિક્ષકથી શાળાઓની જગ્યા વધી રહી છે. આજે આ આંકડો 1606 પર પહોંચી ગયો છે.   

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા જોડાયા ભાજપમાં 

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપનું ઓપરેશન લોટસ પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. આપ અને કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને ભાજપમાં જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. વિજાપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં તેમણે કેસરીયા કર્યા હતા. ભાજપમાં જોડાયા પછી પૂર્વ ધારાસભ્યના બોલ પણ બદલાયા હતા. ભાજપમાં જોડાયા બાદ સી જે ચાવડાએ કોંગ્રેસ સાથે તેમણે શા માટે છેડો ફાડ્યો તે અંગે જણાવ્યું હતું કે, "આજથી હું કોંગ્રેસમાં નથી રહ્યો, હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને જોડાઈ રહ્યો છું. કોઈ પદની લાલચ આપવામાં આવી નથી. મારી કેપિબલિટી જોવામાં આવી છે. 


શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થયો શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ  

રાજ્ય અને દેશના લાખો માઈ ભક્તોની આખા વર્ષ દરમિયાન જેની કાગડોળે રાહ જોતા હોય છે તે અંબાજી ખાતે યોજાતા 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી એમ 5 દિવસ સુધી લાખો શ્રધ્ધાળુઓ અંબાજીના ગબ્બરની પરિક્રમા કરશે. આસ્થાના કેન્દ્ર પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહા મેળા બાદ મિનિ મહા કુંભ સમાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાય છે. આજે યાત્રાનો બીજો દિવસ છે. જો કાર્યક્રમની વાત કરીએ તો ગઈકાલે પાલખી યાત્રા અને શંખનાદથી યાત્રા મહોત્સવનો શુભારંભ થયો હતો. બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. લાખો શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં શ્રદ્ધાપૂર્ણ રીતે ભાગ લેતા હોય છે.


ખેડૂતોના માર્ચને લઈ પોલીસ એલર્ટ, બોર્ડર કરાઈ સીલ!

ખેડૂતો ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. દિલ્હી ખાતે પંજાબના ખેડૂતો કૂચ કરી રહ્યા છે.ખેડૂત આંદોલનને લઈ પોલીસ પણ એક્ટિવ દેખાઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચના કારણે તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. આંદોલન વધે તે પહેલા કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મોડી રાત સુધી બેઠકો ચાલી પરંતુ તે બધી બેઠકો નિષ્ફળ સાબિત થઈ છે. બેઠકોનો દોર નિષ્ફળ થયા બાદ ખેડૂતો પોાતની કૂચ અંગે મક્કમ દેખાયા હતા. ખેડૂત નેતાઓએ સર્વત્ર યુદ્ધની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ દિલ્હી સુધી કૂચ કરશે. ગાઝીપુર, સિંઘુ, સંભુ, ટિકરી સહિતની તમામ સરહદોને કેન્ટોનમેન્ટમાં ફેરવી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો ખેડૂતોએ કાયદો વ્યવસ્થા તોડવાની કોશિશ કરી તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

જંયત ચૌધરી જોડાયા એનડીએમાં 

રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા જયંત ચૌધરી આખરે NDAમાં જોડાઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ, જયંત ચૌધરી ભારત ગઠબંધન છોડીને ભાજપની આગેવાની હેઠળના NDA સાથે જશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. ત્યારે ગઈકાલે જયંત ચૌધરી NDAમાં જોડાતા ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. એનડીમાં જોડાયા બાદ મોદીના વખાણ કરતા કહ્યું કે વડાપ્રધાનની દૂરંદેશી અને સમર્પણના કારણે એવો નિર્ણય લેવામાં આવ્યો જે અગાઉની કોઈપણ સરકાર લઈ શકી ન હતી. દેશ માટે આ એક મોટો દિવસ છે. આ મારા માટે ભાવનાત્મક અને યાદગાર ક્ષણ છે. હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે જેમણે દૂરંદેશી બતાવી અને આ નિર્ણય લીધો અને (ચૌધરી ચરણ સિંહ)ને ભારત રત્નથી સન્માનિત કર્યા.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?