અમદાવાદમાં અનેક પર્યટક સ્થળો આવેલા છે. ફરવાની અનેક જગ્યાઓ આવેલી છે. અમદાવાદને હેરિટેજ સિટીનું બિરૂદ મળ્યું છે. આગામી સમયમાં અમદાવાદમાં લોટસ ગાર્ડન બનાવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2024-25નું સુધારા સાથેનું બજેટ પેશ કરવામાં આવ્યું છે જેમાં એસ.જી.હાઈવે પર આવેલી જગ્યામાં લોટસ ગાર્ડન તૈયાર કરવા દરખાસ્ત કરવામાં આવી છે. એસ.જી હાઈવે પર લોટસ ગાર્ડન બનાવવા માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ લોટસ ગાર્ડનમાં દેશના વિવિધ રાજ્યોના ફૂલો મૂકવામાં આવશે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે. કમળની પાંખડીઓ વાળી ડિઝાઈનમાં આ પાર્ક તૈયાર કરવામાં આવશે અને અલગ અલગ રાજ્યોના વિવિધ ફૂલો આ પાર્કમાં રાખવામાં આવશે.

બોરવેલમાં ફસાયેલા બાળકનો થયો આબાદ બચાવ
આપણે ત્યાં અનેક એવી ઘટનાઓ થાય છે જે વારંવાર ઘટે છે પરંતુ તેમાંથી આપણે બોધપાઠ લેતા નથી! જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે તેની પર વિચારીઓ છીએ કે આવી ઘટનાઓ ના થવી જોઈએ. થોડા સમય માટે એકદમ એક્ટિવ થઈ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ થોડો સમય વિત્યા પછી પરિસ્થિતિ ત્યાંની ત્યાં આવીને ઉભી રહી જાય છે. જામનગરમાં ગઈકાલે 2 વર્ષનું બાળક બોરવેલમાં ફસાઈ ગયું હતું. બાળકનો જીવ બચાવવા માટે પ્રયત્નો શરૂ કરાયા હતા. રેસ્ક્યુની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને મોડી રાત્રે બાળકને બહાર કાઢવામાં સફળતા મળી હતી. રેસ્ક્યુની સફળ કામગીરી થવાને કારણે તંત્રએ તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વિધાનસભામાં વીજળી મુદ્દે સરકારે કર્યો લુલો બચાવ!
ગઈકાલે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઓઉટ કર્યું હતું. ઉંચા ભાવે સરકાર અદાણી પાસેથી વીજળી ખરીદી રહી છે તેવા આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા. વિધાનસભા પરિસરમાં મોદી-અદાણી ભાઈ ભાઈના નારા કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યા. કોંગ્રેસના વિરોધ બાદ વીજ મંત્રી કનુદેસાઈએ ગૃહમાં સરકાર તરફથી જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે ઈન્ડોનેશિયામાં કોલસો મોંઘો થયો છે.જેથી કોલસો વેચવાનું બંધ કર્યું છે. હાલ કોલસાનો ભાવ 125 રૂપિયા છે, હાલ ઓછા ભાવે વિજળી ખરીદીએ છે. વિજળીની માગ ત્રણ ઘણી વધી છે. વર્ષ 2024માં 24 હજાર મેગાવોટ વીજળીની માગ છે. હાલ ખેડૂતોને સમયસર કનેક્શન મળે છે, 3થી 6 માસ વેઈટિંગ છે. જેતે સમયે આયાત કોલસા આધારીત પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા. વીજ કટોકટી ન સર્જાય સતત વીજળી મળે માટે પાવર એક્સચેન્જમાંથી વિજળી ખરીદી છે. ઓક્ટબર 21 થી 100 ટનનો કરાર સરકારે કર્યો હતો.

ચૂંટણી પંચે શરદ પવારને આપ્યો મોટો ફટકો!
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. પંચે અજિત પવારની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કર્યું છે. સુનાવણી બાદ ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આયોગે પોતાના નિર્ણયમાં અજિત પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને પ્રતીક આપ્યું છે. NCPમાં વિભાજન બાદ અજિત પવારે ચૂંટણી પંચમાં દાવો કર્યો હતો. આ પછી પંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પંચના નિર્ણય બાદ અજિત પવારની છાવણી અસલી NCP હશે. પંચનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે 15 ફેબ્રુઆરી સુધીમાં NCP ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો નિર્ણય આપવાનો છે.

બ્લાસ્ટ મામલે ત્રણ આરોપીની થઈ ધરપકડ!
ગઈકાલે મધ્યપ્રદેશના હરદામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં લાગેલી આગને કારણે 7 જેટલા લોકોના મોત થઈ ગયા હતા જ્યારે 100થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાને લઈ ચર્ચાઓ આખા દેશમાં થઈ હતી. આ કેસ મામલે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ગેરકાયદેસર ફટાકડાના કારખાનાના માલિક રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ત્રીજા વ્યક્તિ જેમની ધરપકડ થઈ છે તેનું નામ રફીક ખાન હોવાનું સામે આવ્યું છે. પોલીસથી બચવાનો કારખાના માલિક પ્રયત્ન કરી રહ્યા હતા.
