Jamawat News Bulletin : Corruption Indexમાં ભારત 93મા ક્રમે, આવતી કાલે નાણા મંત્રી બજેટ રજૂ કરશે...


  • Published By :
  • Published Date : 2024-01-31 09:08:07

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે અધિકારીઓની બદલી કરવામાં આવે છે. આ વર્ષે પણ ચૂંટણી પહેલા ગુજરાતના 50 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. અધિકારીઓની બદલી જે કરવામાં આવી છે તે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંક્ષિપ્તમાં વાત કરીએ તો અમદાવાદના ડીડીઓ એમ.જે. દવેને ગાંધીનગરના કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જીટી પંડ્યા જે પહેલા મોરબીના કલેક્ટર હતા તેમની બદલી દ્વારકાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. ખેડા કલેક્ટર તરીકેની જવાબદારી અમિત પ્રકાશ યાદવને સોંપવામાં આવી છે. સુરતના કલેક્ટર તરીકે સૌરભ પારધીને જ્યારે વડોદરાના કલેક્ટર તરીકે બી.એ.શાહને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તેમજ 29 મામલતદારોની બદલી કરવામાં આવી છે. 

અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક ભયંકર રોડ અકસ્માત મેક્સિકોમાં થયો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉત્તર મેક્સિકોમાં આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને 19 લોકોના મોત થઈ ગયા હોવાની વાત સામે આવી છે. ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મોતનો આંકડો વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


દેશના બજેટ પર સૌ કોઈની નજર છે. આવતી કાલે સંસદમાં બજેટ રજૂ થવાનું છે. વતર્માન લોકસભાનું આ અંતિમ બજેટ સત્ર હશે. પહેલી ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. એવી માહિતી પણ સામે આવી છે કે જમ્મુ કાશ્મીર માટે પણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન બાદ આ સત્રનો પ્રારંભ થશે. મહત્વનું છે કે ગઈકાલે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કરપ્શન આ શબ્દ સાંભળવો જાણે સામાન્ય થઈ ગયો છે. એવું માનીએ છીએ કે કોઈ પણ સરકારી કામ કરાવું હોય તો પૈસા ખવડાવવા પડશે! એવું લાગતું હતું કે નોટબંધીને કારણે કરપ્શનમાં ઘટાડો થશે પરંતુ કદાચ આ વાત ખોટી સાબિત થયું હોય તેવું લાગે છે. કરપ્શનમાં ઘટાડો થશે તેવું લાગતું હતું પરંતુ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચારમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. વિશ્વના 180 દેશોમાં કરપ્શનના આધારે એક રેન્કિંગ આપવામાં આવ્યું છે જેમાં ભારત 93મા સ્થાન પર છે. વર્ષ 2023માં ભારતને 39નો સ્કોર મળ્યો હતો અને 93મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. ત્યાંની સ્થિતિ સામાન્ય થવાને બદલે ખરાબ થઈ રહી છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરીથી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું, ગોળીબારીની ઘટના બની હતી અને આ ઘટનામાં બે લોકોના મોત પણ થઈ ગયા હોવાનું સામે આવ્યા છે. બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે 18 જાન્યુઆરીએ પણ મણિપુરમાં હિંસા ભડકી ઉઠી હતી.




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.