Jamawat News Bulletin : રાજ્યમાં વધ્યો ગરમીનો પારો, યુવરાજસિંહે પેપરલીક મામલે પીએમને પૂછ્યા સવાલ, જાણો Gujarat તેમજ દેશના સમાચારો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-03 09:13:04

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધી રહ્યા છે. અનેક લોકોએ પોતાના સ્વજન હાર્ટ એટેકને કારણે ગુમાવ્યા છે. થોડા સમયથી પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં 48 કલાકમાં હૃદય હુમલાને કારણે પાંચ લોકોના મોત થયા છે. રાજકોટથી જ બે કેસ હાર્ટ એટેકના સામે આવ્યા છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં જાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા બસમાં બેઠેલા વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું જ્યારે જામનગરમાં પણ યુવાનનું મોત ગરબા રમતી વખતે થયું હતું. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા વધારી રહ્યા છે. 


રાજ્યમાં ગરમીનો પારો હજૂ વધશે!

રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસું હવે વિદાય લેવાને આરે છે. થોડા દિવસો બાદ ભલે ચોમાસુ વિદાય લઈ લેશે પરંતુ તેની સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ વધશે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યના અનેક શહેરોનું તાપમાન સતત વધી રહ્યું છે. 3થી 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ સોમવારે અમદાવાદ સહિત સાત શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ, ભુજ, પાટણ, ડીસા, રાજકોટ, વડોદરા, ભાવનગરમાં 36 ડિગ્રીથી વધારે તાપમાન રહેતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. અનેક જિલ્લાઓમાં તાપમાન ડ્રાય લેવાની સંભાવના છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. 


વલસાડમાં દુકાનોમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક વખત જાનહાની થતી હોય છે અથવા તો માલસામાનને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે વલસાડમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી અનુસાર વલસાડના અતુલ નજીક આવેલી સુગર ફેક્ટરીની સામે મણીબા કોમ્પલેક્ષની એક દુકાનમાં કેમિકલ મુકવામાં આવ્યું હતું. જે દુકાનમાં કેમિકલ રાખવામાં આવ્યું હતું તેમાં અચાનક બ્લાસ્ટ થયો અને ભીષણ આગ ફાટી નીકળી હતી. 12 આગની ચપેટમાં 12 દુકાનો આવી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 4 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.   


યુવરાજસિંહ જાડેજાએ પીએમ મોદીને પેપરલીક મામલે પૂછ્યા પ્રશ્ન 

ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે હતા. આવનાર સમયમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચિત્તોડગઢ ખાતે પીએમ મોદી જનસભાને સંબોધતા હતા ત્યારે તેમણે પેપરલીક માફિયાઓને લઈ નિવદેન આપ્યું હતું. પેપરલીક માફિયા જો પાતાળમાં જઈને પણ છુપાયો હશે તો તેને છોડવામાં નહીં આવે તેવી વાત તેમણે કરી હતી. ત્યારે આ વાતને લઈ વિદ્યાર્થી નેતાએ પ્રધાનમંત્રીને ઘેર્યા છે. યુવરાજસિંહે પીએમને પ્રશ્નો પૂછ્યા છે કે રાજસ્થાનમાં પાતાળમાં જઈને પેપરલીકના માફિયાને શોધવાની તૈયારી હોઈ તો ગુજરાતમાં કેમ નથી?શું ગુજરાતના યુવાનો પારકા છે?



વંદે ભારત ટ્રેનને ટ્રેક પરથી નીચે ઉતારવાનું કરાયું ષડયંત્ર!

દેશમાં સુપર ફાસ્ટ ટ્રેનોનું નેટવર્ક વિકસાવવાના હેતુથી અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જો કે દેશવિરોધી તત્વો આ ટ્રેન નેટવર્ક સફળ ન બને તે માટે અવારનવાર ષડયંત્રો રચતા રહે છે. ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ સાથે મોટી દુર્ઘટના ટળી હતી. આ ટ્રેનના રૂટ પર ભીલવાડા પાસે રેલવે ટ્રેક પર પથ્થરો મળી આવ્યા હડકંપ મચી ગયો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ટ્રેનની આગળના રેલવે ટ્રેક પર અમુક અંતરે પથ્થરો રાખવામાં આવ્યા છે. વંદે ભારત એક્સપ્રેસ સોમવારે સવારનાં 9.55 વાગ્યે માવલી-ચિતોડગઢ થઈને સવારે ગંગરારથી આગળ સોનીયાના સ્ટેશનની વચ્ચે ટ્રેનની પટરી પર આ પથ્થર અને લોખંડનાં સળિયા મળ્યાં હતા. તેના પરથી ટ્રેન ચાલી પણ ગઈ પરંતુ ટ્રેન ચાલકની ચતુરાઈનાં કારણે ટ્રેનને રોકી દેવામાં આવી. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ કર્મચારીઓ તે પથ્થરોને હટાવતા જોવા મળે છે.


મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં થયા 12 શિશુઓના મોત!

મહારાષ્ટ્રના નાંદેડમાં આરોગ્ય વિભાગની બેદરકારીનો એક મોટો મામલો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીંની સરકારી હોસ્પિટલમાં 12 શિશુઓ સહિત ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. સોમવારે, વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) એ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોમાંથી ઓછામાં ઓછા 12 બાળકો છે, કેટલાક મૃતકોમાં માત્ર 2 થી 4 દિવસના શીશુઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે બાકીના પુખ્ત વયના છે.ભૂતપૂર્વ સીએમ અને નાંદેડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે આ મૃત્યુ સિવાય, જિલ્લાની અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી રેફર કરાયેલા અન્ય 70 દર્દીઓની હાલત ચિંતાજનક' હોવાનું જાણવા મળે છે. ચવ્હાણે કહ્યું કે મેં હોસ્પિટલના ડીન સાથે વાત કરી, તેમણે કહ્યું કે નર્સિંગ અને મેડિકલ સ્ટાફની અછત છે.



રાહુલ ગાંધીએ સુવર્ણ મંદિરમાં ટેકવ્યું માથું 

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરી સુવર્ણ મંદિર પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું હતું અને ત્યાર બાદ લંગરમાં ભોજન કર્યું અને પછી વાસણ ધોઈને કાર સેવા પણ કરી હતી. રાહુલ ગાંધીએ માથા પર પાઘડીની જગ્યાએ બ્લૂ રંગનો પટકા પહેર્યો હતો.પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીની અમૃતસરની આ યાત્રા અંગત હતી. તેમનો પંજાબમાં પાર્ટી નેતાઓને મળવાનો કે કોઈ જનસભા કરવાનો કોઈ જ કાર્યક્રમ નહોતો. રાહુલ ગાંધીના રોકાણ માટે ધર્મશાળામાં અગાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ સુરક્ષાના કારણોસર તે રદ્દ કરવી પડી હતી,જે બાદ તે હોટલમાં રોકાયા હતા.




રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?

ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ