Jamawat News Bulletin : ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું, અંબાજી મંદિરનો મોહનથાળ ફરી ચર્ચામાં, AAP સાંસદને ત્યાં EDના દરોડા....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-04 09:22:22

પેપર લીકની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. જ્યારે કોઈ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે ત્યારે દરેક વિદ્યાર્થીના દિમાગમાં એક પ્રશ્ન હોય છે કે પેપર લીક તો નહીં થાય ને? વલસાડની કોમર્સ કોલેજમાં ty b.comનું પેપર લીક થતા હોબાળો થયો હતો. 29 તારીખના રોજ લેવામાં આવેલું એકાઉન્ટનું પેપર લીક થતા વિધાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એકાઉન્ટનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોલેજ ખાતે જઈ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ પેપર લીક કરવાના આક્ષેપ પ્રોફેસરો પર લગાવ્યા છે. પેપર લીક મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે બીજા રાજ્યમાં સુફિયાણી વાતો થાય પણ ગુજરાતમાં એ જ ઘટના બને તો મૌન સેવી લેવાય છે.  


મેચને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપ યોજાવાનો છે. વિશ્વકપની મેચો દરમિયાન ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં મેચ નિહાળવા ઉમટી પડતા હોવાથી તેમની સુવિધા માટે AMCએ મેટ્રો ટ્રેનની સેવા માટે વ્યવસ્થા કરી છે. તારીખ 5મી ઓક્ટોબર, 14મી ઓક્ટોબર, 4થી નવેમ્બર, 10મી નવેમ્બર અને 19મી નવેમ્બરના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.  ક્રિકેટ રસિકોને તકલીફ ના પડે તે માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ મેટ્રો સવારના 6.20થી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલે છે જેને મેચના દિવસો દરમિયાન રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. રાત્રે 10 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર એક્ઝિટ ગેટ જ ખોલવામાં આવશે. એન્ટ્રી ગેટ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર ઉલ્લેખિત તારીખોએ રાત્રિના 1 વાગ્યે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.


ઘીના સેમ્પલ ફેલ જતાં કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

રાજ્યના જાણીતા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આવેલા મા અંબાના મંદિરમાં મળતા મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ વકર્યો છે. તાજેતરમાં જ સંપન્ન થયેલા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ મા અંબાના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, જો કે આ પ્રસાદના સેમ્પલ ફેઇલ થયા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. હવે આ સમગ્ર મામલે કોંગ્રેસે સરકારને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ગુજરાત સરકારનો ઉધડો લેતા કહ્યું કે જે મોહિની કેટરર્સના ઘીમાં ભેળસેળ ઝડપાઈ છે, તેની પાસે તેની પાસે IRCTC અને ગુજરાત ભવનમાં કોન્ટ્રાક્ટ છે. કયા નેતા અને મંત્રીના આ મોહિની કેટરર્સ પર આશીર્વાદ છે?.  


સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરતો વીડિયો થયો હતો વાયરલ 

રાજ્યની શાળાઓમાં સાંસ્કૃતિક પ્રવૃતિઓના ભાગરૂપે થતાં કાર્યક્રમો ઘણી વખત વિવાદનું કારણ બનતા હોય છે.  અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાતા હડકંપ મચી ગયો હતો. આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થતાં જ ABVP અને હિન્દુ સંગઠનો વીએચપી અને બજરંગ દળના કાર્યકરો સ્કૂલમાં ધસી આવ્યા હતા. રોષે ભરેલા આ કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો અને કલ્ચરલ એક્ટિવિટી કરાવતા શિક્ષકને ઢોર માર માર્યો હતો. 27 સપ્ટેમ્બરે ઈદને લઈને શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બીજા ધોરણમાં ભણતા પાંચ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


AAPના સાંસદ સંજય સિંહને ત્યાં ઈડીના દરોડા 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. દિલ્હી ખાતે આવેલા આવાસ પર બુધવારે સવારે ઈડીના અધિકારીઓએ છાપેમારી કરી છે. ઈડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અધિકારીઓ તેમના ઘરમાં છે અને તપાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શરાબ ઘોટાળા મામલે સાંસદ સંજય સિંહના ઘર પર છાપેમારી કરી હતી. મહત્વનું છે કે આપ સાંસદ સંજય સિંહનું નામ શરાબ ઘોટાલામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમનું નામ સામેલ છે. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ તપાસ એજન્સીના રડાર પર છે તેવું લાગી રહ્યું છે.  


ભારતના આકરા વલણ બાદ ઢીલા પડ્યા કેનેડાના પીએમ 

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી તંગદીલી વચ્ચે આજે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડોએ મહત્વનું નિવેદન આપ્યું છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે તેમનો દેશ ભારત સાથે વિવાદો વધારવા માંગતા નથી અને નવી દિલ્હી સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાવા માંગે છે. ટ્રુડોએ કહ્યું કે અમે કેનેડિયન પરિવારોને મદદ કરવા માટે ભારતમાં હાજરી ઈચ્છીએ છીએ.કેનેડાના PM ટ્રુડોનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતે કેનેડાની સરકારને 10 ઓક્ટોબર સુધીમાં પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જો આ રાજદ્વારીઓ 10 ઓક્ટોબર પછી પણ ભારતમાં રહેશે તો તેમની રાજદ્વારી પ્રતિરક્ષા પણ રદ કરવામાં આવશે.




એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?

Bengaluru Techie Suicide, 34 વર્ષના અતુલ સુભાષે દોઢ કલાકનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી, કારણ પત્નીએ ભરણપોષણના દાવા અને રૂપિયા માટે જિંદગી બરબાદ કરી નાખી