ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયક નાબુદ થાય અને શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છતાંય તેમની વાત સાંભળવામાં આવી નહીં. મુખ્યમંત્રીને પોતાના મુદ્દાની રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પહોંચે તે પહેલા જ ઉમેદવારોને રોકી લેવામાં આવતા હતા. પીએમ મોદી સુધી પોતાના મુદ્દાને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા.
ચૈતર વસાવા આવ્યા ઉમેદવારોના સમર્થનમાં
આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યએ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસે જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ.
જમાવટની ઓફિસે આવી ઉમેદવારો પ્રગટ કરે છે તેમની વેદના
ટેટ-ટાટના ઉમેદવારો પોતાની માગ સાથે અનેક વખત જમાવટની ઓફિસે આવતા હોય છે. એક આશા સાથે કે તેમની વાત કોઈ સાંભળશે. જ્યારે જ્યારે પણ ઉમેદવારો ઓફિસે આવે છે ત્યારે ત્યારે તેમની આંખોમાંથી તેમનું દુખ છલકાઈ આવે છે. પોતાને પડતી મુશ્કેલી તેમની આંખો દ્વારા વ્યક્ત થાય છે. ત્યારે ઓફિસના નંબલ પર એક મેસેજ આવ્યો, એક કવિતા સ્વરૂપે જેમાં ઉમેદવારોની વેદના છલકાતી હતી.
ભાજપ સરકારને ઉમેદવારોએ પૂછ્યા સવાલ
જે મેસેજ આવ્યો છે તેમાં 27 વર્ષથી રાજ્યમાં શાસન કરતી પાર્ટી પર નિશાન સાધવામાં આવ્યું છે. લોકશાહીને લઈને પણ વાત કરવામાં આવી છે. માતા-પિતા અને તેમણે જોયેલા સપના વિશે મેસેજમાં વાત કરવામાં આવી છે. (નીચે જે મેસેજ છે તે શબ્દસહ મૂકવામાં આવ્યો છે)
ખોબલે ખોબલે વોટ થકી 25-25 સત્ત્તા દીધી....
નાં દેખાય વેદના તને આ તો કેવી લોકશાહી....
આત્મનિર્ભરનાં સપના જોયા ..જીવન ખર્ચી નાખ્યું આત્મનિર્ભર બનવા....
રાત દિવસ એક કર્યા પરીક્ષા દઈ પેટ ભર્યા..
માં બાપાએ પેટે પાટા બાઘ્યા એક સપના અમારા પૂરા કરવા..
શિક્ષક કેરા સપના જોયા એમને કરાર(સહાયક ) કરી રોળ્યાં....
સાભરો ઓ બહેરા શાસકો ...
ઘમંડ તારો પણ તુટસે એક દી....
અંગ્રેજો પણ ક્યાં કાયમ રહ્યા...