Jamawat Election Yatra પહોંચી વલસાડ, જાણો મતદાતાઓનો કોની તરફ છે ઝુકાવ? Dhaval Patel અને Anant Patelને લઈ શું વિચારે છે લોકો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 16:09:43

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે...એ બેઠક ભરૂચ હોય, વલસાડની બેઠક હોય કે પછી બનાસકાંઠા હોય.. અને બેઠકોની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. વલસાડ લોકસભા બેઠકના મતદાતાનો મિજાજ શું છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી વલસાડના ધરમપુર... ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે..  


કોણ છે વલસાડ મતદાતાઓની પસંદ?

વલસાડ લોકસભા બેઠક માટે માનવામાં આવે છે કે આ સીટ પર જે પાર્ટીના ઉમેદવારની જીત થાય છે તે પાર્ટીની સરકાર કેન્દ્રમાં બને છે... આ બેઠક પર બંને પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. અનંત પટેલના પ્રચાર માટે થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધી આવ્યા હતા. લોકો સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી અને કયા ઉમેદવાર તેમની પસંદ છે તે જાણવાની કોશિશ કરી ત્યારે મુખ્યત્વે લોકોએ અનંત પટેલનું નામ લીધું હતું.. અનંત પટેલ જ ચાલે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..


ધવલ પટેલને લઈ શું માને છે મતદાર? 

અનંત પટેલને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનંત પટેલના વખાણ કર્યા હતા. આદિવાસી નેતા તરીકે તેમની કામગીરી સારી છે પરંતુ બાકીના વર્ગો માટે તે કામ કરે છે, તે લોકલાડિલા છે. તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. જ્યારે મતદાતાઓને ધવલ પટેલ માટે પૂછવામાં આવ્યું  ત્યારે તેમણે કહ્યું કે તેમના ગામના લોકો જ તેમને નહીં ઓળખતા હોય.. જ્યારે મતદાતાઓને પૂછ્યું કે ઉમેદવારને જોઈ વોટ આપો કે પક્ષને જોઈ ત્યારે તેમણે કહ્યું કે પાર્ટીએ પહેલા જે કામ કર્યા હતા તે કામને સાચવી રાખવાનું કામ અનંત પટેલ કરી રહ્યા છે. બદલાવ આવવો જરૂરી છે...


ઈન્ડિયા ગઠબંધનને લઈ મતદાતાઓ માને છે કે... 

ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે ત્યારે તેને લઈ મતદાતાઓએ પ્રતિક્રિયા આપી છે... અનેક ઉમેદવારોના નામ મતદાતાઓ દ્વારા લેવામાં આવ્યા. જ્યારે પૂછવામાં આવ્યું કે પીએમ તરીકેની પસંદ કોણ જો ઈન્ડિયા ગઠબંધન જીતે છે તો તેમણે કહ્યું કે રાહુલ ગાંધી..  ધારાસભ્ય તરીકે અનંત પટેલે કેવા કામ કર્યા તો તેના જવાબમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય તરીકે તેમણે સારા કામ કર્યા છે. વલસાડ અનંત પટેલ જીતશે તેવી વાત કરવામાં આવી છે... 

 

અનેક ગામોમાં નથી પહોંચ્યું પાણી...

જ્યારે કયું કામ નથી થયું તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનેક કામો ગણાવ્યા. પાણી નથી પહોંચતું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું.. આજે પણ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું. ... ત્યારે જોવું રહ્યું કે વલસાડ બેઠક પર કોની જીત થાય છે અનંત પટેલ કે ધવલ પટેલ?    



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...