ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે...ગુજરાતમાં પ્રચારની કમાન વડાપ્રધાન મોદીએ સંભાળી છે... ગઈકાલથી પીએમ મોદી ગુજરાતમાં છે. આજે અનેક જગ્યાઓ પર તેઓ જનસભાને સંબોધવાના છે... આજે પીએમ મોદી સુરેન્દ્રનગરમાં સભાને સંબોધવાના છે.. જમાવટની ઈલેક્શન યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાની કોશિશ કરી હતી. કયા મુદ્દાઓને લોકો ધ્યાનમાં લેતા હોય છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો....
કયા મુદ્દાઓ કરે છે સ્થાનિક મતદારને અસર?
જમાવટની ઈલેક્શન યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી.. સ્થાનિક મુદ્દાઓને સમજવા માટે, લોકોનો મિજાજ સમજવા માટે ચાની કિટલી પર ઉભા લોકો સાથે ટીમ વાત કરતી હોય છે... ત્યારે ચાની કિટલી પર હાજર લોકો સાથે જમાવટની ટીમે વાત કરી હતી.. મુદ્દાઓ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મોંઘવારીની, રોજગારીની વાતો કરી... કોઈએ કોંગ્રેસની વાત કરી તો કોઈએ ભાજપની વાત કરી...


કોઈએ કહ્યું નવી સરકાર જોઈએ તો કોઈએ કહ્યું કે...
કોઈ મજૂરી કામ કરતા મજૂરો હતા.. મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે ચૂંટણીને લઈ તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પરિસ્થિતિ બહુ ખરાબ છે ભાજપ સરકાર જાય છે... રોજગારી મળતી નથી.. મજૂરી નથી વધતી, મોંધવારી વધી રહી છે.. તેમણે કહ્યું કે સરકાર ગમે તે હોય બધા ચોર જ છે..! નવી સરકાર આવી જોઈએ તેવી વાત મતદાતા દ્વારા કરવામાં આવી હતી...મોંઘવારીને લઈ કોઈએ કહ્યું કે જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી મોંઘવારી વધતી જ જાય છે, ઓછું થવાનું નામ લેતી જ નથી..


કોણ છે સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર?
રોડ રસ્તા માટે તેમણે કહ્યું કે રોડ રસ્તા વેપારી માટે છે. તેમને સારા રોડ રસ્તાથી ફરક નથી પડતો તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી... સામાન્ય માણસને મોંઘવારી નડે છે.. કોંગ્રેસના રાજમાં આટલી મોંઘવારી ન હતી તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... જ્યારે ઉમેદવારને લઈ તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમને ખબર ન હતી કે ઉમેદવાર કોણ છે. તમને જણાવી દઈએ કે ચંદુભાઈ શિહોર છે ભાજપના ઉમેદવાર અને ઋત્વિક મકવાણાએ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર... જે સરકાર મોંઘવારી ઉતારે તે સરકાર સાચી..



ભાજપના એક મતદાતાએ કર્યા વખાણ!
જ્યારે બીજા મતદાતાને પૂછવામાં આવ્યું કે વિકાસના કામો થયા છે કે નહીં તો તેમણે કહ્યું કે વિકાસના કામો થયા છે... વિપક્ષને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઈનું તો કાંઈ ના ઉપજે... કોઈએ કહ્યું કે ભાજપની સરકાર આવ્યા બાદ કોઈ પ્રોબ્લેમ રહ્યો જ નથી... આ વખતે ભાજપ જ આવશે તેવી વાત વધુ એક મતદાર દ્વારા કરવામાં આવી છે... અનેક લોકોને મોંઘવારીનો મુદ્દો નડે છે પરંતુ મુખ્યત્વે જગ્યાઓ પર મતદાતા ભાજપના તરફેણમાં દેખાયા તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર શું પરિણામ આવે છે.