લોકસભા ચૂંટણીના મતદાનની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે.. ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવાની કોશિશ કરી હતી... આ બેઠક પર પેટા ચૂંટણી એટલા માટે થવાની છે કારણ કે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ બેઠકના લોકો લોકસભા ચૂંટણીને લઈ અને પેટાચૂંટણીને લઈ શું વિચારે છે તે સમજીએ....
ધારાસભ્ય જ્યારે પક્ષ પલટો કરી લે છે ત્યારે...
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર મતદાતાઓને બે વાર મતદાન કરવું પડશે... એક લોકસભા માટે જ્યારે બીજું પેટા ચૂંટણી માટે.. આ વિધાનસભા બેઠક પર મતદાતાઓએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા હતા. પોતાનો કિંમતી મત આપી તેમણે ધારાસભ્ય બનાવ્યા હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે જમાવટની ટીમે કોશિશ કરી હતી એ જાણવાની કે ત્યાંના મતદાતાઓ ધારાસભ્યના પક્ષ પલટાને લઈ શું વિચારે છે અને લોકસભા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા કયા મુદ્દાઓને ધ્યાનમાં લે છે...


પોરબંદર લોકસભા બેઠકના આ છે ઉમેદવાર
જમાવટની ટીમ પહોંચી હતી પોરબંદરના દરિયા કિનારા, ત્યાં ઉપસ્થિત લોકો લોકસભા બેઠકના ઉમેદવારો વિશે શું માને છે તે જાણવા.. લોકસભા ચૂંટણીના ઉમેદવારની વાત કરીએ તો પોરબંદર બેઠક માટે ભાજપે મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન તરફથી લલિત વસોયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે... જ્યારે મતદાતાઓનો કોણ જીતશે તેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આવશે તો ભાજપ જ.... ભાજપને કારણે પોરબંદરમાં શાંતિ છે તેવી વાતો મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..


અર્જુન મોઢવાડિયાને લઈ મતદાતાઓએ કહી આ વાત
જ્યારે અર્જુન મોઢવાડિયા અંગે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે ભાજપમાં જોડાઈ એટલા માટે ગયા કારણ કે ભાજપમાં રહીને વિકાસ થઈ શકે.. ભાજપમાં જોડાયા બાદ તેઓ કામો કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ભાજપનો સપોર્ટ લેવા માટે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા તેવી વાત મતદાતા દ્વારા કરવામાં આવી.


વડાપ્રધાન મોદીને લઈ લોકો શું વિચારે છે?
રોજગારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જો પોરબંદરમાં ઉદ્યોગ નહીં આવે તો પોરબંદરનો વિકાસ અટકી જશે.. પોરબંદરની દયાજનક પરિસ્થિતિ છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે પ્રધાનમંત્રી તરીકે કોને જોવે છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદીને.... વિકાસને કારણે બીજેપી આવશે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી.. પોરબંદરના લોકો પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાને પસંદ કરશે તો જવાબમાં મતદાતાઓએ કહ્યું કે કોંગ્રેસમાં રહીને તેઓ કામ ના કરી શકતા હતા તેને કારણે તેઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે જોવાનું રહ્યું કે પોરબંદરની જનતા કોને પસંદ કરે છે....