ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. મતદાતાઓનો મિજાજ કેવો છે, કયા મુદ્દાઓને લઈ વોટ કરશે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા સૌરાષ્ટ્ર પહોંચી હતી.. જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓ ચૂંટણીને લઈ શું, તેમના હિસાબથી કયા એવા વિષયો છે જે આ ચૂંટણીમાં અસર કરશે, જનતા ઉમેદવારને લઈ, પીએમ મોદીને લઈ વિચારે છે તે જાણવા માટે સોમનાથના બિચ પર જમાવટની ટીમ પહોંચી હતી.
કેવો છે જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓનો મિજાજ?
દેશમાં કોની સરકાર બનશે, કઈ પાર્ટી સત્તામાં આવશે તે દર પાંચ વર્ષે જનતા નિર્ણય કરે છે કે મત આપીને...મતદાતાઓનો મિજાજ ચૂંટણીમાં મહત્વનો છે... સામાન્ય રીતે રાજનેતાઓના મુખેથી વિકાસની વાતો, રામ મંદિરની વાતો સાંભળી હશે, વિકસીત ગુજરાતની વાતો સાંભળી હશે.. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓ કયા વિષયોને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો. અનેક મતદાતાઓને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો હતો. પોતાની રાય જણાવતા અનેક મતદાતાઓએ રામ મંદિરનો, આર્ટિકલ 370ની પણ વાત કરી...


મતદાતાઓને કરાયા અનેક મુદ્દાઓ પર સવાલ
જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારની વાત કરીએ તો ઈન્ડિયા ગઠબંધન અતંર્ગત હીરાભાઈ જોટવાને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમા છે.. સામાન્ય રીતે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા કામોની અસર લોકસભા ચૂંટણીના પરિણામો પર દેખાતી હોય છે પરંતુ જૂનાગઢમાં ધારાસભ્ય કોંગ્રેસના છે.. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે વિધાનસભામાં ચૂંટણીના મુદ્દાઓ અને લોકસભા ચૂંટણીમાં મતદાનના મુદ્દાઓ અલગ હોય છે ત્યારે તેમણે સમાજની વાત કરી હતી.. વિપક્ષના ગઠબંધનને લઈ પણ મતદારોને સવાલ પૂછવામાં આવ્યો હતો..
જ્યારે પ્રધાનમંત્રીને લઈ સવાલો કરાયા ત્યારે....
આગામી પાંચ વર્ષમાં લોકો શું અપેક્ષા રાખે છે સાંસદ પાસેથી તેને લગતા જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે કામો થવા જોઈએ... ત્યાંના સાંસદ જે કહે છે તે કરે છે તેવી વાત ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે... જ્યારે પ્રધાનમંત્રી કોણ બનવું જોઈને તેનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પીએમ મોદીને પસંદ કર્યા..
ઈન્ડિયા ગઠબંધનના સવાલ પર લોકોએ કહ્યું કે...
રોજગારને લઈને જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે રોજગારી મળી રહે છે... અનેક મતદાતાઓએ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો... અમદાવાદથી સોમનાથ ફરવા ગયેલા લોકોનો પણ મત પૂછવામાં આવ્યો. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનો પણ ઉલ્લેખ અનેક મતદાતાઓએ કર્યો છે.. ઈન્ડિયા ગઠબંધન ટક્કર આપશે તેની વાત પણ તેમણે કરી હતી..
જનતાએ રાય પ્રસ્તુત કરતા કહ્યું કે....
પોતાની રાય જણાવતા અનેક લોકોએ મહિલાઓની સુરક્ષાને લઈ પણ વાત કરી.. ગુજરાતમાં આરામથી, ડર વગર ફરી શકાય છે તે વાત તેમણે નોંધવામાં લીધી.. Infrastructureની પણ વાત તેમણે કરી... જે મતદાતાઓ સાથે વાત કરી તેમણે પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીને પસંદ કર્યા છે... ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોની જીત થાય છે તે 4થી જૂને ખબર પડશે..