પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ અપાયેલા નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..
ભાજપના નેતાઓના પ્રવેશ પર મૂકવામાં આવી બંધી
લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.. અલગ અલગ મુદ્દાઓને લઈ લોકો શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોમાં જઈ રહી છે... અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પરંતુ જે ગામની મુલાકાત ટીમે લીધી તેની બહાર ભાજપના નેતાઓના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી.



કયા મુદ્દાઓને ધ્યાન રાખી મતદાતા કરે છે મતદાન?
જે લોકો સાથે ટીમે મુલાકાત કરી તેમાંથી અનેક લોકો ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા એટલે આ વિરોધને લઈ, આ મુદ્દાને લઈ તે શું વિચારે છે, તેને લઈ સવાલો પૂછ્યા હતા.. કોઈએ કહ્યું કે અમે તો નરેન્દ્ર મોદીને જ વોટ આપીશું.. જ્યારે ગામમાં વિકાસના કામો થયા કે નહીં એ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કામો જ નથી થયા.. રસ્તા સરખા નથી.. ગરીબોને તો બધુ આપવું જ જોઈએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શું જોઈને વોટ આપશો ત્યારે તેમણે કહ્યું કે બધા કહેશે તે પ્રમાણે વોટ આપીશું..

શું કહ્યું ક્ષત્રિય આંદોલનને લઈ?
જ્યારે પૂછવામાં આવ્યું કે બેનરો ક્યારથી લગાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે બે મહિના જેટલો સમય થઈ ગયો છે. ભાજપના ઉમેદવારો પ્રચાર માટે નથી આવતા.. ક્ષત્રિયોનો વિરોધ કર્યો એટલે ભાજપના નેતાઓને નથી ઘૂસવા દેતા... તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ બાજુ.. જ્યારે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ તેમણે પૂછ્યું ત્યારે તેમણે એ તો પછી જે થાય તે ખરી.. પહેલા ભાજપ ગમતું હતું પરંતુ હવે કોંગ્રેસ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી..

ઉમેદવારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું..
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા. સાબરકાંઠાના ઉમેદવારને ભાજપે બદલ્યા.. પહેલા ભીખાજીને ટિકીટ આપવામાં આવી હતી અને પછી શોભના બેનને ટિકીટ આપવામાં આવી. આ વાત જ્યારે પૂછવામાં આવી મતદાતાઓને ત્યારે તેમને આ વાતની ખબર ન હતી.. મહત્વનું છે કે અનેક મતદાતાઓને ખબર નથી હોતી કે તેમના ઉમેદવાર કોણ છે, માત્ર પીએમ મોદીને ઓળખે છે..!