બનાસકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે તે અનેક વખત કહ્યું છે... રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ગેનીબેન માટે એવું કહીએ કે તેમણે માહોલ જબરદસ્ત બનાવી દીધો છે બનાસકાંઠામાં તો ખોટા ના પાડીએ... ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા બનાસકાંઠા લોકસભા બેઠક પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓ બંને ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી. આ બેઠક પર કોંગ્રેસના અને ભાજપ બંને પાર્ટીના સમર્થકો મળ્યા હતા.. સમર્થકો એવા હતા કે તે લોકો એકબીજા સાથે બાજી પડ્યા...
ઉમેદવારોને લઈ શું વિચારે છે મતદાતા?
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે બની રહ્યો છે... ઉમેદવારો એડીચોટીનું જોર પ્રચાર માટે લગાવી રહ્યા છે... બનાસકાંઠા લોકસભા બેઠક એમ પણ ચર્ચામાં રહેતી હોય છે... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે તો ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે.. બનાસકાંઠાના ઉમેદવારોની ચર્ચા તો થતી રહેતી હોય છે ત્યારે મતદાતાઓ ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા બનાસકાંઠા પહોંચી હતી..
ગેનીબેનના વિસ્તારમાં પહોંચી જમાવટની ઈલેક્શન યાત્રા
લોકસભા ચૂંટણીને લઈ, રાજકીય પાર્ટીઓને લઈ, મુદ્દાઓને લઈ રાજ્યના મતદાતા શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરી રહી છે. લોકોને મળે છે અને મતદાતાના મિજાજને જાણવાની કોશિશ કરી રહી છે. વાવના ઢીમા ગામમાં જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી કે ત્યાંના લોકો ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવા.. જે વિસ્તારમાં જમાવટની ટીમ પહોંચી હતી તે વિસ્તાર હતો ગેનીબેનનો એટલે વાવના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય છે..
કોંગ્રેસ અને ભાજપના સમર્થકો મળ્યા!
મતદાતાઓનો મિજાજ જ્યારે જાણવાની કોશિશ કરી ત્યારે અનેક મતદાતાઓ એવા હતા જે કોંગ્રેસની તરફેણમાં વાત કરતા હતા તો અનેક મતદાતાઓ એવા હતા જે ભાજપના સમર્થનમાં વાત કરતા હતા.. કોઈએ કહ્યું કે એક બેઠક પર આવી કોંગ્રેસ કોઈ બદલાવ ના લાવી શકે તો કોઈએ કહ્યું કે તે પક્ષને જોઈ વોટ આપે છે.. કોઈએ કહ્યું કે ભાજપ જ જીતશે તો કોઈએ કહ્યું કે કોંગ્રેસ જ જીતશે... અલગ અલગ મત મતાંતર આ બેઠકના મતદાતાઓના જોવા મળ્યા... ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા લોકસભા બેઠકના મતદાતાઓ કોને જીતાડે છે?