જમાવટની ઈલેક્શન યાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાઓ કવર કરવામાં આવે છે... ચૂંટણીને લઈ લોકો શું માને છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુવાનોનો મત જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. રોજગારીને લઈ, દેશને આગામી વર્ષોમાં શું જોઈએ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આજે યુવાનો અને બાળકોની વાત કરવી છે... બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટા થઈને શું બનવું છે તો કોઈએ કહ્યું કે તેમને પોલીસ બનીને બધાને ડંડા મારવા છે તો કોઈએ કહ્યું કે તેમને તેમના પપ્પાની જેમ ગાડી ચલાવી છે.. જ્યારે એક યુવાનને પૂછવામાં આવ્યું રોજગારીને લઈ ત્યારે તેણે જણાવ્યું કે બે નંબરનો ધંધો કરવો છે....
બે નંબરનો ધંધો કરવાની યુવકે કહી વાત
દેશના બાળકો, દેશના યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે.. યુવાનો જેટલા આગળ વધશે તેટલો જ દેશ આપણો આગળ વધશે... યુવાનોને જ્યારે રોજગારીને લઈ પૂછવામાં આવ્યું ત્યારે અમને અપેક્ષા હતી કે કંઈ સારો જવાબ મળશે.. પરંતુ તે યુવાને જે વાત કરી, તેનો જવાબ સાંભળી અમે દંગ રહી ગયા.. વાતચીત દરમિયાન તે યુવાને કહ્યું કે તેને બે નંબરનો ધંધો કરવો છે... તેના હિસાબથી ભણવાથી ઉદ્ધાર નથી... રોજગારી મળતી નથી.. બે નંબરનો ધંધો કરે તો પૈસા મળે...!
બાળકો પોતાની આસપાસ જે જુએ છે તેને અનુસરે છે
જામનગરના વસાઈ ગામમાં જ્યારે જમાવટની ટીમ પહોંચી હતી ત્યારે અનેક નાના બાળકો બેઠા હતા.. એકદમ મસ્તમોલા બાળકો હતા... દેશના ભાવિ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી.. વાતચીત એકદમ મસ્ત કરી છે.. બાળકો માટે આપણે માનીએ છીએ કે બાળકો જોઈને શીખે છે... મોટાઓ જે કરતા હોય તે બાળકો અનુસરે છે.. અહીંયા પણ એ જ જોવા મળ્યું.. બાળકોએ એવા જ જવાબ આપ્યા જે તેમણે જોયું છે.
ભલે બાળકોએ મજાક મજાકમાં કહ્યું પરંતુ....
એક બાળકના પિતા ઈકો ગાડી ચલાવે છે એટલે તેને ઈકો ગાડી ચલાવી છે તો બીજા એક છોકરાએ કહ્યું કે મોટા બની પોલીસ બનવું છે... બાળકે એક વખત જોયું હશે કે પોલીસે જુગારીઓને ડંડા માર્યા તો તેના દિમાગ બેસી ગયું કે મોટા થઈ પોલીસ બનવું અને લોકોને ડંડા મારવા... કોઈએ કહ્યું કે ડોક્ટર બનવાનું અને ખાલી ખુરશી પર બેસી રહેવાનું અને પૈસા કમાવાના... બાળકો માટો થશે ત્યારે અલગ હશે, તેમનું વિઝન અલગ હશે.. બાળકોએ ભલે હસી મજાકમાં આ વાતો કરી પરંતુ બાળકોએ જે જોયુંએ જ કહ્યું..