ગુજરાતમાં લોકસભા બેઠક માટે તો મતદાન થવાનું છે પરંતુ તેની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે.. મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોની મુલાકાત લઈ રહી છે અને ત્યાંના મતદાતાઓ શું વિચારે છે ચૂંટણીને લઈ તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે જમાવટ યાત્રા પહોંચી હતી પોરબંદર..
ચાની લારી પર બેઠેલા લોકો સાથે કરી વાત
જો એવું કહીએ કે ચાની લારી પર બેસી દુનિયાદારીની સમજ જેટલી પડે છે તેટલી સમજ આપણને ક્યાંય બીજેથી નથી મળતી...! ચાની લારી પર બેઠેલા લોકો અનેક મુદ્દાઓ પર વાત કરતા હોય છે.. દેશની, દુનિયાની, રાજનીતિની, શેર માર્કેટની વાતો ચાની લારી પર બેઠેલા લોકો કરતા હોય છે... ત્યારે પોરબંદર પહોંચેલી જમાવટની ટીમ ચાની કિટલી પર ભેગા થયેલા લોકોને મળી હતી અને મિજાજ જાણવાની કોશિશ કરી હતી.. જ્યારે કયો પક્ષ જીતશે તે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જ જીતશે.. સારા કામો કર્યા છે.. પોરબંદર વિધાનસભામાં ભાજપ જીતશે..
પોરબંદરમાં થવાની છે પેટા ચૂંટણી
પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે ડો. મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત લલિત વસોયાને ઉમેદવાર બનાવાયા છે.. ઉમેદવારને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જીતશે.. ચા બનાવતા કાકાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે "આપણે તો ઉપર પણ ચા વાળા જ જોઈએ!" ભાજપનો માહોલ ભાજપ તરફી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... અર્જુન મોઢવાડિયાએ પક્ષપલટાથી નારાજ ના દેખાય...
જાણો મતદાતાઓ શું માને છે ઉમેદવારો અને રાજકીય પાર્ટી માટે?
જ્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે રોડ રસ્તા સારા બન્યા છે, હોસ્પિટલો સારી બની છે.. ઈન્ડિયા ગઠબંધનને લઈ પણ તેમને સવાલ કરવામાં આવ્યો..400 પાર દેશમાં ભાજપને મળશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... બીજા એક મતદારને પૂછવામાં આવ્યું કે તેમને કોની સરકાર જોઈએ છે તો તેમણે ભાજપનું નામ લીધું.. ભાજપ વિકાસના કામો કરે છે..
પોરબંદરમાં ઉદ્યોગો બંધ થઈ ગયા - મતદાતા
જ્યારે ધારાસભ્યના પક્ષપલટાને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ જનતા માટે ભાજપમાં ગયા છે... ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર લલિત વસોયાને લઈને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો. પીએમ મોદી તેમને ગમે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઉદ્યોગ બંધ થઈ ગયા પોરબંદરમાં... કારખાના બંધ થઈ ગયા... સરકાર પાસેથી આશા રાખે છે કે ઉદ્યોગો ફરી શરૂ થવા જોઈએ... શિક્ષણ મુદ્દે પણ સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે છોકરાઓને વાંચતા નથી આવડતું.. બાળકો પર લોડ વધી ગયો છે... ત્યારે જોવું રહ્યું કે પોરબંદરની જનતા કોને મત આપી જીતાડે છે...