ગુજરાતમાં મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સામાન્ય માણસને કયા મુદ્દાઓ અસર કરે છે, કયા વિષયો પર વિચારીને મતદાતા મતદાન કરે છે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ વિધાસનભા બેઠકો પર જઈ રહી છે... ત્યારે જમાવટની ટીમ મહેસાણા પહોંચી હતી.. જે જગ્યા પર જમાવટની ટીમ પહોંચી હતી ત્યાં અનેક શ્રમિકો હતા તે ચૂંટણીને લઈ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..
જ્યારે શ્રમિકોને પૂછવામાં આવ્યું ચૂંટણી વિશે...
બહારના રાજ્યોથી અનેક લોકો કમાવવા માટે ગુજરાત આવતા હોય છે... રોજ કમાઈ રોજ ખાનારા લોકો આપણને મળે છે... વહેલી સવારે જ્યારે કોઈ ચોકડી પર ઉભા રહીએ ત્યારે અનેક શ્રમિક લોકો આપણને દેખાતા હોય છે... જ્યારે શ્રમિકોને અને ત્યાં રહેતા લોકોને પૂછવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીને લઈ તેઓ શું માને છે? જવાબમાં તેમણે મોદી સાહેબને વિનંતી કરી કે રોજગારી ઉભી કરવામાં આવે.... વિકાસને લઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના વિસ્તારમાં વિકાસ થયો છે...
શું કહ્યું રિક્ષા ચલાવતા કાકાએ?
અનેક મતદાતાઓએ પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો છે.. ગરીબો માટે મોદી સરકારે કામ કર્યું છે તેવું મતદાતાઓનું કહેવું હતું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાથી ત્યાંના મતદાતાઓ ખુશ લાગતા હતા.. મહેસાણા બેઠક પર એક તરફ હરિભાઈ પટેલને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રામજી ઠાકોરને ઉમેદવાર બનાવામાં આવ્યા છે... કોઈએ કહ્યું કે મહેસાણામાં કોંગ્રેસનું વર્ચસ્વ જ નથી... જ્યારે રીક્ષા ચલાવતા કાકાને મિજાજ કેવો છે તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મિજાજ તો ભાજપનો જ છે...
આ બેનને પીએમ મોદી એટલા માટે ગમે છે કારણ કે...
એક મહિલા મતાદારને તેમની અપેક્ષા શું છે સરકાર પાસેથી તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મોદી સરકારની યોજનાથી તેમને કઈ કઈ વસ્તુઓ મળી... તેમને ઘર મળ્યું છે આવાસ યોજનાને કારણે.. તેમણે કહ્યું કે તેમને મોદીએ ઘર આપ્યું એટલે તે મોદીને વોટ આપશે...મોદી કેમ ગમે જ્યારે આવું પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં તેમણે કહ્યું કે અમે રસ્તામાં રખડતા હતા અને મોદીએ અમને ઘર આપ્યું તો મોદી જ ગમેને...
કોંગ્રેસ માટે મતદાતાઓએ કહ્યું કે....
જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું કે શું વિચારે છે ચૂંટણીને લઈ ત્યારે તેમણે કહ્યું કે મોંઘવારી નથી વધતી રૂપિયો વધે છે... તેમણે કહ્યું કે જેમ મોંઘવારી વધે તેમ આવક વધે.. એટલે લોકોના મગજમાં એ છે કે મોંઘવારી વધી રહી છે... મોંઘવારી અને પૈસાને લઈ કાકાએ અનેક વાતો કરી.. જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસની સરકાર સારી હતી કે ભાજપની સરકાર સારી હતી ત્યારે લોકોએ કહ્યું કે કોંગ્રેસની યોજનાઓ સારી હતી... મજૂરી મળતી નથી, મોંઘવારી વધી છે... રોજગારી મળતી નથી... જો તમે પણ મહેસાણા હોવ તો અમને જણાવજો તમારા વિચારો....