ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ... ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો... પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી પરંતુ આ વિવાદ શાંત થવાના બદલે વધતો જઈ રહ્યો છે.. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગરના એ ગામમાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો મોટા પ્રમાણમાં વસે છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને તેમણે વખોડ્યું હતું...
ભાવનગરના એ ગામ પહોંચી જમાવટની ટીમ જ્યાં...
પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ક્ષત્રિય રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યો હતો.. ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે.. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક જગ્યાઓ એવી છે જ્યાં ભાજપના નેતાઓના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી છે.. અનેક જગ્યાઓ પર વિરોધના પોસ્ટર લાગ્યા છે.. ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા ભાવનગરનાએ ગામમાં પહોંચી હતી જ્યાં ભાજપના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી..
ક્ષત્રિય સમાજના લોકોમાં જોવા મળ્યો રોષ!
જામનગરના સોમનાથ નગરમાં જમાવટની ટીમ પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહે છે... મુખ્ય પ્રશ્નો અહીંયા પરષોત્તમ રૂપાલાને લઈ પૂછવામાં આવ્યો હતો કારણ કે ઘણા સમયથી આ મુદ્દો ચાલ્યો છે પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું...! જ્યારે મતદાતાને પૂછવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ કઈ બાજુ છે તો તેમણે કહ્યું કે પહેલા ભાજપ સાથે જ હતા પણ હવે રૂપાલાભાઈ દ્વારા જે વિધાનો કર્યા તે આજ પછી ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં આવી ગયો છે... ભાજપના વિરૂદ્ધમાં જ મતદાન કરીશું તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. રૂપાલાને હટાવો તેવી અમારી માગ હતી પરંતુ...
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ક્ષત્રિય સમાજનો શું છે ઉદ્દેશ?
બીજા એક મતદારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અમારો એક જ મત હતો કે રૂપાલાની ટિકીટ કાપવામાં આવે.. ક્ષત્રિય સમાજનો બીજો કોઈ ઉપદ્દેશ્ય ન હતો.. પણ આમનો અહંકાર સાતમે આસમાને હતો.. તે સિવાય પણ તેમણે આંદોલનની વાત કરી હતી..તેમણે કહ્યું કે પહેલા ઉપદ્દેશ્ય હતું કે રૂપાલાને હટાવો, પરંતુ ભાજપે તેમને ના હટાવ્યા જેને કારણે હવે મત થઈ ગયો છે કે ભાજપને હટાવો..! તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો એક જ ઉપદ્દેશ્ય છે 7 તારીખે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું.. તે સિવાય પણ અનેક મતદાતાઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.. મહિલાઓનો રોષ પણ છલકાઈ આવ્યો હતો..