ગુજરાતની જન-ચેતના માટે
ગુજરાતની અસ્મીતા માટે
કર્તવ્યો માટે સભાનતા સાથે
અધિકાર માટે બુલંદી સાથે
ગુજરાતીઓ હવે જોશે એમની ભાષામાં
સમાચાર
જ્યાં નથી કોઈ નિયમ, નથી કોઈ
મર્યાદા, માત્રને માત્ર મોજ-મોજ-મોજ
ગુજરાતમાં હવે થશે જમાવટ...!
પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY DEVANSHI JOSHI
Jamawat Media ગુજરાતનું પહેલું ડિજીટલ માધ્યમ જે તમારી ભાષામાં તમને જરૂરી સમાચાર આપે છે, માત્ર સમાચાર નહીં પણ ગુજરાતને જરૂરી વિચાર અને અભિપ્રાયો પણ હોય છે, ક્યારેક સત્તા સુઈ જાય તો એને ઢંઢોળે છે, ક્યારેક વિપક્ષની આળસને પડકારે છે, તમારા પ્રશ્નો ના સંભળાય ત્યાં પોતે વિપક્ષ બની જાય છે, અને જનતા રાજનીતિક ચશ્મા પહેરીને દંભી બનતી જાય તો તમારી અંદરના નાગરીકને પણ ઢંઢોળે છે, જમાવટ તમને મોજ આપશે, સંતોષ આપશે, મજા કરાવશે પણ તમારી અંદર દેશ માટેના કર્તવ્ય અને નાગરીકના અધિકારોની ચેતના જીવંત રાખશે
જમાવટ જ કેમ?
જમાવટ આપણી ભાષા, આપણી બોલચાલનો ખુબ સામાન્ય શબ્દ છે, આપણે કોમન વાતચીતમાં જ્યારે મોજ પડી જાય ત્યારે કહીએ છીએ જમાવટ થઈ ગઈ, પણ સામાન્ય માણસના જીવનમાં જમાવટ લાવવા માટે જરૂર પડે છે એને અધિકારોની, રાજનીતિક સજાગતાની અને કર્તવ્યો નિભાવવાની જવાબદારીની, જ્યારે આપણે જાતિ-ધર્મથી ઉપર ઉઠીને દેશનો વિચાર કરીએ છીએ અને આગળ જતા વિશ્વનો વિચાર કરીને વૈશ્વિક માનવી બનીએ છીએ ત્યારે થઈ જાય છે જમાવટ, જ્યારે આપણે સત્તાને સવાલ કરતા થઈએ છીએ અને પ્રશ્નોને પડકાર ફેંકીએ છીએ ત્યારે થઈ જાય છે જમાવટ, અને એટલે મોજમાં રહેવા, જલસા કરવા, જમાવટ કરવા જરૂરી દરેક વાતો તમને અહીંયા જોવા મળશે, એટલે જ અમે કહીએ છીએ ગુજરાતમાં હવે થશે જમાવટ.
અહીં તમને શું જોવા મળશે?
ગુજરાત અને દેશની રાજનીતિ, સમાજ જીવન, સાંપ્રત ઘટનાઓના સમાચાર અને સમાચાર પર અમારા વિચાર, તમારા જીવનને અસર કરતા દરેક પાસા પર વાત, ઈન્ટરવ્યુઝ, વિશ્લેષલ સાથેની વાતો અને બાકી તમે મોજમાં રહો એના માટે જે થઈ શકે એ બધું જ.