જામા મસ્જિદમાં એકલી મહિલાઓનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. મસ્જિદના ત્રણેય દરવાજા પર એક નોટિસ લગાવી દેવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે જામા મસ્જિદમાં છોકરીઓને એકલા પ્રવેશ કરવાની મનાઈ ફરવામાં આવી દીધી છે. જેને કારણે આ મામલો ગરમાયો છે. અનેક લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે તો અનેક લોકો આ વાતનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ નિર્ણયને દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે.
સ્વાતિ માલવાલે કરી ટ્વિટ
પ્રતિક્રિયા આપતા સ્વાતિ માલવાલે કહ્યું કે જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને રોકવાનો નિર્ણય તદ્દન ખોટો છે. ઈબાદત કરવાનો હક જેટલો પૂરુષોનો છે એટલો જ હક મહિલાઓનો પણ છે. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ ફટકારૂ છું. આવી રીતે મહિલાઓની એન્ટ્રી બેન કરવાનો અધિકાર કોઈને નથી.
ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે - મસ્જિદ મેનેજમેન્ટ
દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદમાં આવી છે. મસ્જિદ મેનેજમેન્ટે મસ્જિદમાં એકલી છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેનેજમેન્ટના કહેવા સ્વાતિ માલિવાલે નોટીસ ફટકારી છે. જેનો જવાબ આપતા કહેવામાં આવ્યું હતું કે પ્રમાણે યુવતીના એકલા પ્રવેશ પર એટલા માટે પ્રતિબંધ મૂવામાં આવ્યો છે કારણ કે ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે અને વીડિયો શૂટ કરે છે.
VHPએ આપી પ્રતિક્રિયા
જામા મસ્જિદમાં મહિલાઓ માટે લગાવેલા પ્રતિબંધો પર VHPએ પોતાની પ્રક્રિયા આપી છે. વીએચપીના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા ધરાવતા મુસ્લિમ કટ્ટરપાર્ટીઓએ ઈરાનમાં બનેલી બોધપાઠ લેવો જોઈએ. સરકાર એક તરફ બેટી બચાવો અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ કટ્ટર માનસિકતા ધરાવતા લોકો તેમના પવિત્ર સ્થાનમાં જ તેમનો પ્રવેશ અટકાવી રહી છે.
માત્ર સિંગલ યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ - મસ્જિદ મેનેજમેન્ટ
મેનેજમેન્ટના મતે પરિવારનું કોઈ પણ સદસ્ય તેમની જોડે આવશે તો તેમને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવશે. પરિવારો અથવા પરિણીત યુગલો પર કોઈ નિયંત્રણ લાદવામાં નથી આવ્યા. આ દલીલને અને મસ્જિદ મેનેજમેન્ટના નિર્ણય પર દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે.