શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજ લડી લેવાના મૂડમાં, સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-01-01 17:37:05

શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, લાખો જૈનોની આસ્થાના પ્રતિક એવા શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજે અમદાવાદમાં રેલી યોજી હતી. શહેરના પાલડી ચાર રસ્તાથી RTO સુધી યોજાયેલી આ 3 કિમી કરતાં લાંબી વિશાળ રેલીમાં જૈન ધર્માચાર્યો સાથે  15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. આ રેલી દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર કરી  તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતા. 


ઉગ્ર આંદોલનની સરકારને ચિમકી


જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા આયોજીત કરવામાં આવેલી આ મહારેલી 11 વાગે રેલી સુભાશ બ્રિજ કલેકટર કચેરી પાસેના બત્રીસી હોલ પાસે પહોંચી હતી, જૈન સમાજની લાગણી અંગે સરકાર ધ્યાન નહીં આપે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


જૈન સમાજમાં રોષ શા માટે?


જૈન સમાજમાં ભયાનક આક્રોશનું કારણ પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ, શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ, શત્રુંજય પર્વત ગેરકાયદે બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ, મના રાઠોડ સહિતના માથાભારે તત્ત્વોનો આતંક, તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેનાં દબાણો, જંબુદ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ અને ડોલી એસોશિયેશનની જોહુકમી વગેરે મુદ્દાઓના કારણે જૈન સમાજની ધીરજ ખુટી ગઈ છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?