જૈન આક્રોશના પડઘા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પડ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 15:30:43

જૈનોની આસ્થાના શહેર પાલિતાણામાં આદિનાથના પગલાને નુકસાન પહોંચતા અને સરકારે ઝારખંડમાં સ્થિત સમ્મેત શીખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે સુરત શહેરમાં આક્રોશની મહારેલી થઈ હતી. સુરત શહેરમાં જૈન સમાજે કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદન આપવા સમયે સુરત શહેરમાં જૈનોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. જૈન સમાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સુરતની 3 કિલોમીટર સુધીની યોજાયેલી રેલીમાં 10 હજારથી વધુ અનુયાયીઓ જોડાયા હતા. 


જૈન સુરક્ષા મામલે પોલીસ ખડકાઈ

ભાવનગરના પાલીતાણા શહેરના શેત્રુંજય પર્વત પર અસામાજિક  તત્વોએ થોડા દિવસો પહેલા તોડફોડ કરી હતી. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં જૈન સમાજે વિરોધ નોંધાવ્યા હતા. ત્યારે શેત્રુંજય પર્વત પર કાયદો અને સુરક્ષા જાળવી રાખવા માટે પોલીસ ચોકી ઉભી કરી દેવાઈ છે. આ પોલીસ ચોકીમાં 1 પોલીસ સબ ઈન્સપેક્ટર, 1 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર અને 10 પોલીસ કર્મચારીનો કાફલો ઉભો કરી દેવાયો છે. શેત્રુંજય પર્વત પર કોઈ ઘર્ષણ વગેરે ના થાય તે વાતને ધ્યાનમાં રાખીને પોલીસને ઉભી કરી દેવાઈ છે. 

"સમ્મેત શીખર અમારી આસ્થા અને લાગણીનું પ્રતિક"

જૈન સમાજ માગણી કરી રહ્યો છે કે સરકારે શેત્રુંજય અને સમ્મેત શીખરને તીર્થસ્થળ તરીકે જાહેર કરે. સરકારે સમ્મેત શીખરને તીર્થસ્થળની જગ્યાએ પર્યટન સ્થળ જાહેર કર્યું છે. તેથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે કે સમ્મેત શીખરને પર્યટન સ્થળ નહીં તીર્થસ્થળ જાહેર કરો. જૈન સમાજની માગણી છે કે સમ્મેત શીખર તેમની લાગણી અને આસ્થાનું પ્રતિક છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.