વરસાદ તો રાજ્યના અનેક વિસ્તારોમાં પડ્યો પણ સમાચાર વારંવાર વડોદરાના કેમ આવે છે... કેમ કે, જે પરિસ્થિતિ સર્જાણી છે એ ભયંકર છે અને સત્તાધીશોની ભૂલના કારણે સર્જાય છે.... બાર ઈંચ વરસાદે શહેરને બરબાદ કરી નાંખ્યું... લોકો પાંચ-પાંચ દિવસ પાણીમાં રહેવા મજબૂર બન્યા... ખાવા અનાજ, પહેરવા કપડા અને બાળકને આપવા દૂધ ન મળ્યું... તો સ્વાભાવિક છે કે લોકોનો આક્રોશ ઠલવાય... એવામાં હવે જૈન મુનિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે વડોદરાના સત્તાધીશો પર અને ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા છે....
પૂર અનેક વખત આવ્યું - જૈન મુની
જૈન મુનિનું કહેવું છે કે, વડોદરા ભાજપ માટે ભ્રષ્ટાચારનો સૌથી મોટો અડ્ડો બનીને રહી ગયું છે.... ભાજપનું પતન ભાજપના જ લોકો કરશે..એવુ નથી કે વડોદરામાં પહેલીવાર પૂર આવ્યું જેના કારણે આપણે આટલી બધી ચર્ચાઓ કરી રહ્યાં છીએ.... પાંચમી વખત પૂર આવ્યું અને એવા વિસ્તારોમાં પાણી ગયા જ્યાં કોઈ કાળે પાણી જવાની શક્યતાઓ જ નહોતી... લોકોના ઘરોમાં એક એક માળ સુધી પાણી ભરાય રહ્યાં અને વર્ષોની મહેનત કરી હતી એ બધુ જ ધોવાઈ ગયું... પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એક મા બાળકને ધવડાવી ન શકે એવી સ્થિતિ હતી..
મુનિ સૂર્યસાગર મહારાજે સરકાર પર કર્યા પ્રહાર
ભાજપના મંત્રીઓ, નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો પૂરગ્રસ્ત વિસ્તારના લોકોની મુલાકાતે પહોંચ્યા અને આક્રોશ વ્યક્ત કર્યો... હાથજોડીને ભાજપના નેતાઓને કાઢ્યા લોકોએ.... હવે એ આક્રોશ આક્રમક રીતે જૈન મુનિ તરફથી પણ વ્યક્ત કરવામા આવ્યો છે...પંચમહાલના હાલોલમાં ચાતુર્માસમાં બિરાજમાન જૈન મુનિ સૂર્યસાગર મહારાજે ભાજપના રાજનેતાઓ અને બિલ્ડરોની આકરી ઝાટકણી કાઢી છે.
ભાજપને લઈ ભવિષ્યવાણી કરતા કહ્યું...
જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, આજથી થોડાં વર્ષો પહેલાં વડોદરામાં 30 થી 35 તળાવો હતાં. ચોમાસામાં વરસાદનું પાણી સીધું આ તળાવોમાં જતું રહેતું હતું. જેથી કોઈ પ્રકારની હાનિ થતી ન હતી. આ 35 તળાવો ક્યાં ગયાં? તળાવો આ લોકો ખાઈ ગયા. વડોદરાના પોલિટિશિયનોએ બિલ્ડરોને આ તળાવો ખવડાવી દીધાં છે. વડોદરા ગુજરાતનું સૌથી મોટું ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે ભારતીય જનતા પાર્ટી માટે, પરંતુ આ લોકો સમજવા માગતા નથી... ભાજપના જ લોકો ભાજપનું જ પતન કરશે... સાથે તેમણે એવું પણ કહ્યું કે 2029માં ભાજપની સરકાર નહીં બને....ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.