ગુજરાત વિધાનસભા ચુંટણી જેટલી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાય રહ્યો છે. જ્યારે આપ દ્વારા 29 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પણ પોતાની યાદી ટુંક સમયમાં જાહેર કરશે . થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારના સંભવિત નામ જાહેર થયા તેના પર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે હજુતો અમારી સ્કિનિંગ કમિટી પણ નથી બેઠી. હજુ અમારી પાસે ઉમેદવારીનું લિસ્ટ આવી રહ્યું છે. ક્યાંથી આ નામો ચાલી રહ્યા છે તે ખબર નથી. કોઈ ઓફિસિયલ ચર્ચા પણ નથી થઈ. નામ ડિકલેર કે ફાઇનલ થવાની વાત તો બાજુ પર રહી. ઉમેદવારો અને સંગઠનોને સાંભળવાનું શરૂ થયું છે. સ્કિનિંગ કમિટીની જે તારીખ હતી તે પદયાત્રાના કારણે રદ્દ થઈ છે અને હજુ બીજી તારીખ પણ નક્કી નથી થઈ. જે નામો સામે આવ્યા છે તેમાં કોઈ તથ્ય નથી અને તે મામલે કોઈ ચર્ચા નથી થઈ.
સ્કિનિંગ કમિટીની બેઠક મુલતવી
ગુજરાતમાં સત્તા મેળવવા કોંગ્રેસ અને આપ દમખમથી તૈયારીયો કરી રહ્યું છે. 2 દિવસ પેહલા કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જાહેર થવાના હતા પરંતુ જગદીશ ઠાકોરએ કહ્યું હવે કોંગ્રેસના ઉમેદવારની યાદી મોડી જાહેર થશે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસની સ્કિનિંગ બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી માટે રાહ જોવી પડશે.