સરકારી ભરતીને લઈ જગદીશ ઠાકોરે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-07 16:22:29

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ જતા દરેક પાર્ટી પોતાનો પ્રચારમાં વ્યસ્ત બની છે. કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. એક તરફ દેશમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો ગુજરાતમાં કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે અનામત પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર જગદીશ ઠાકોરે ટિપ્પણી કરી હતી. પ્રહાર કરતા તેમણે કહ્યું કે અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી થતી જ નથી. એટલે અનામતનો કોઈ અર્થ નથી. 

jagdish Thakor

જગદીશ ઠાકોરે આપી પ્રતિક્રિયા

ભાજપ ઘણા સમયથી પોતાનો પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી પ્રચારની શરૂઆત કરી છે. અનેક દિવસોથી આ યાત્રા નીકળી રહી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. EWSના નિર્ણયને કોંગ્રેસે આવકાર્યો પરંતુ જગદીશ ઠાકોરે એની સાથે અનેક પ્રશ્નો પણ પૂછ્યા છે. 

અનામતનો આજે કોઈ અર્થ નથી - જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોરે સવાલ ઉઠાવતા કહ્યું કે આર્થિક રીતે નબળા લોકો હોય તો તે અનામતનો લાભ  ક્યારે તમે આપી શકો. સરકારના તમામ વિભાગોની મહેકમ મુજબ અને વસ્તીના આધારે મહેકમ વધતું હોય છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકારે એરપોર્ટ વહેંચી નાખ્યા. વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું રેલવે વેંચી નાખ્યા. બેન્કોને મર્જ કરી નાખી.દેશની નવરત્ન કંપનીઓ કોંગ્રેસની સરકારે બનાવી હતી તે વેચાઈ ગઈ. અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી નથી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી. અમે જૂનું મહેકમ ફરી લાવીશું.                            




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?