ગુજરાત વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રાજકીય પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ભાજપ કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. જેની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે ભાજપએ યાદી જાહેર કર્યા પહેલા દિલ્હીમાં બેઠક કરવી પડી હતી. ત્યારબાદ ભાજપની યાદી જાહેર થઈ છે. હવે અમારી યાદી પણ જાહેર કરવામાં આવશે. વધુમાં સિનિયર નેતાઑના ચુંટણી નહિ લડવાના નિવેદન મામલે જગદીશ ઠાકોરે આક્ષેપ સાથે જણાવ્યું કે યાદી જાહેર થયા બાદ નેતાઓ પાસેથી લખાણો લખાવવામાં આવ્યા છે.
પક્ષ પલટુંઓને ટિકિટ નહીં આપીએ: જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે કહ્યું હતું કે અમે પક્ષોમાં આવન - જાવન કરતાં લોકોને ટિકિટ નહીં આપીએ. ભાજપમાં ટિકિટ ના મળવાને કારણે નારાજ થયેલા લોકો જો કોંગ્રેસમાં આવશે તો તેમણે પણ નહીં મળે ટિકિટ. ઉલ્લેખનીય છે કે હજી તો ચુંટણી આવી નથી અને કોંગ્રેસના કેટલાય નેતાઓએ પાટલી બદલી નાખી છે. અને કેસરીયો ધારણ કરી લીધો છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરશે