જગતના તાત માટે વરસાદ બન્યો આફત, ડીસાના ખેડૂતોને વ્યાપક નુકશાન


  • Published By : Admin
  • Published Date : 2023-09-19 16:00:12

ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આઠ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. અંદાજિત 10 થી વધુ ગામડાઓમાં બાજરીનો પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

ડીસામાં ત્રણ દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને ફાયદો તો થયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ થયું છે. ખાસ કરીને ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા, જાવલ, તાલેપુરા,બુરાલ સહિત આજુબાજુના દસથી વધુ ગામડાઓમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા હોવાથી મોટાભાગે લોકો ચોમાસા આધારિત ખેતી કરે છે અને આ વખતે આ વિસ્તારમાં બાજરીનું મોટાપાયે વાવેતર થયું હતું અને બાજરીનો પાક પણ સારો થયો હોવાથી ખેડૂતો તૈયાર થયેલી બાજરીનો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા. તો કેટલીક જગ્યાએ ખેડૂતોએ બાજરી લણીને ખેતરમાં રાખી હતી તે દરમિયાન જ અચાનક વરસાદ શરૂ થઈ જતા બાજરીનો મોટાભાગનો પાક પલળી ગયો છે અને સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાજરીનો પાક ધોવાઈ જતા ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.


આ અંગે થેરવાડા ગામના અસરગ્રસ્ત ખેડુત આંબાભાઈ અને ભરતભાઈએ જણાવ્યું હતું કે તેમણે આ વખતે ચોમાસામાં બાજરીનું વાવેતર કર્યું હતું શરૂઆતમાં સારો વરસાદ થયો હોવાથી બાજરીનું ખૂબ જ સારું ઉત્પાદન થયું હતું અને તેમણે બાજરી લણીને તેમના ખેતરમાં રાખી હતી પરંતુ અચાનક વરસાદ શરૂ થઈ જતા અને સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ ચાલુ રહેતા બાજરીનો પાક ધોવાઈ ગયો છે અને તેમને મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર આ વિસ્તારમાં સર્વે કરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી માંગ કરી છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?