ત્રિપુરામાં જગન્નાથ રથયાત્રામાં મોટી દુર્ઘટના, 7 લોકોના મોત, 18 દાઝી ગયા, રથ હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવતા સર્જાઈ કરૂણાંતિકા


  • Published By :
  • Published Date : 2023-06-28 21:56:22

ત્રિપુરામાં રથયાત્રા દરમિયાન બુધવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 7 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બની છે. રથયાત્રાનો રથના હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ઈસ્કોન મંદિરે કાઢી હતી 'ઉલ્ટી રથયાત્રા' 


પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવી રહેલી 'ઉલ્ટી રથયાત્રા' ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે લગભગ 4:30 વાગ્યે આ ઘટના બની હતી. જગન્નાથ રથયાત્રામાં સામેલ ભક્તો લોખંડના બનેલા રથને ખેંચી રહ્યા હતા. આ દરમિયાન, રથ 133 KV ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો હતો. માન્યતાઓ અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રાના એક સપ્તાહ બાદ ત્રિપુરામાં ઉલ્ટી રથયાત્રા નીકળે છે. આમાં ભગવાનનો રથ પાછળથી ખેંચાય છે. ભગવાન જગન્નાથની સાથે ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રા પણ રથ પર સવાર હોય છે.


CM માણિક સાહાએ દુ:ખ વ્યક્ત કર્યું


આ દર્દનાક દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું કે, "આજે કુમારઘાટ ખાતે ઉલ્ટી રથયાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે, વીજ કરંટ લાગવાથી કેટલાય શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયા." આ દુર્ઘટનામાં નજીકના અને પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?