અમદાવાદમાં યોજાનારી 146મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. આ બેઠકમાં આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂનના રોજ યોજાનારી આ રથયાત્રા શાંતિ, સલામતી સાથે પુરી થાય તે માટે પોલીસની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં આ વર્ષે નિકળનારી રથયાત્રામાં સૌ પ્રથમવાર 3 ડી મેપીંગ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવશે. 3 ડી મેપીંગ ટેકનોલોજીની મદદથી રથયાત્રા પર બાજ નજર રાખવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલે આ 3 ડી મેપિંગથી નિગરાની રાખવાનો પ્રયોગ આગામી યાત્રાઓમાં પણ કરવા માટે પોલીસ દળને સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી તા.20 જૂને અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ CCTV, ડ્રોન સર્વેલસન્સ, GPS સિસ્ટમ… pic.twitter.com/CMbxt2Cmd5
— CMO Gujarat (@CMOGuj) June 18, 2023
3 ડી મેપિંગથી યાત્રાના રૂટ પર રહેશે નજર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી તા.20 જૂને અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ CCTV, ડ્રોન સર્વેલસન્સ, GPS સિસ્ટમ… pic.twitter.com/CMbxt2Cmd5
CM ભૂપેન્દ્ર પટેલની આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘે રથયાત્રાના સંદર્ભમાં શહેર પોલીસની આગોતરી તૈયારીઓનું પ્રેઝન્ટેશન આ સમીક્ષા બેઠકમાં કર્યું હતું. આ વર્ષે રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજીક પોઇન્ટ સહિતની બાબતો પર 3 ડી મેપિંગથી નિગરાની રાખવામાં આવશે.
અફવાઓને રોકવા માટે સુચના
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા કે ફોન-વ્હોટસએપ દ્વારા રથયાત્રાને સ્પર્શતી કોઈ ખોટી અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચને સતર્ક રહેવાની ખાસ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, ઓળખના આધાર - પુરાવા વિના પ્રિપેઇડ સીમકાર્ડ વેચનારા લોકો સામે કડકાઇથી કામ લેવાય તે આવશ્યક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ મળીને 198 જેટલી રથયાત્રાઓ તેમજ અમદાવાદ શહેરમાં મુખ્ય રથયાત્રા સાથે અન્ય 6 નાની રથયાત્રાઓ પણ અલગ અલગ વિસ્તારોમાંથી નીકળે છે. આ બધી જ નાની મોટી રથ યાત્રાઓમાં કોમી સંવાદિતા જળવાઈ રહે તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ સુચના આપી હતી.