ઠગ સુકેશ ચંદ્રશેખરની 200 કરોડની છેતરપિંડી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં જૈકલીન ફર્નાંડીઝ સહ આરોપી છે. ત્યારે પટિયાલા કોર્ટે જૈકલીનની અંતરિમ જામીન આપી દીધા. ગઈ વખતની જેમ આજ વખતે પણ જૈકલીન વકીલના કપડા પહેરીને કોર્ટમાં પહોંચી હતી.
શું છે ઠગાઈનો પૂરો મામલો?
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે 17 ઓગસ્ટે ચાર્જશીટ દાખલ કરીને જૈકલિન ફર્નાંડીઝને મની લોન્ડ્રીંગ કેસમાં આરોપી બનાવી હતી. કોર્ટે સમગ્ર મામલામાં જૈકલિન ફર્નાંડીઝને સમન મોકલ્યું હતું ત્યારબાદ જૈકલિન ફર્નાંડીઝના વકીલે તેમની જામીન અરજી મોકલી હતી.
કેવી રીતે જૈકલિન ઠગ સુકેશના સંપર્કમાં આવી?
જૈકલિન ફર્નાંડીઝે જામીન અરજીમાં જણાવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે કરેલી ઠગાઈમાં તેનો કોઈ હાથ નથી. સુકેશે લોકોને કેવી રીતે ઠગ્યા તેમાં જૈકલિન ફર્નાંડીઝનો કોઈ રોલ નથી તેવું તેણે જણાવ્યું હતું. જૈકલિનના જણાવ્યા મુજબ તે પોતે એક શિકાર છે. જૈકલિનનું એવું કહેવું છે તે એક ઈવેન્ટમાં ઠગ સુકેશને મળી હતી જ્યાં સુકેશે તેને પોતાની ઓળખાણ છૂપાવીને મુલાકાત કરી હતી.
કોણ છે સુકેશ ચંદ્રશેખર?
સુકેશ ચંદ્રશેખર ભારતનો મોટો ઠગ છે. તેણે ભારતમાં અનેક લોકોને ઠગ્યા છે. સુકેશ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે રૈનબેક્સીના પૂર્વ ચેરમેન શિવેંદ્ર સિંહની પત્ની અદિતી સિંહ પાસેથી 200 કરોડ રૂપિયાની વસૂલી કરી હતી. સુકેશ ચંદ્રશેખર પોતાને મંત્રાલયનો અધિકારી જણાવતો હતો અને લોકોને ઠગતો હતો. પ્રધાનમંત્રી મંત્રાલયમાં જેવા કાગળોથી કામગીરી કરવામાં આવે છે તેવા કોપી કાગળોથી સુકેશ લોકોને ઠગતો હતો. નવ-નવ મહિના તેણે દિલ્લીના જેલમાં રહીને અનેક લોકોને ઠગ્યા હતા. સમગ્ર મામલે વિવાદ વધ્યો અને સુકેશ ચંદ્રશેખર ખુલો પડી ગયો હતો ત્યારથી ઈડી સુકેશ પર કાર્યવાહી કરી રહી છે.