ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 1 ઓગસ્ટથી ITR ફાઈલ કરવા પેનલ્ટી ભરવી પડશે


  • Published By :
  • Published Date : 2023-07-30 18:16:22

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ પૂરી થવા જઈ રહી છે. જો તમે ઈન્કમ ટેક્સની મર્યાદામાં આવો છો, તો ITR ફાઈલ કરવા માટે આજે અને કાલનો સમય બાકી છે. આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ પછી, ITR ફાઇલ કરવા માટે દંડ થશે. કારણ કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં.


5.83 કરોડ ટેક્સ રિટર્ન ફાઈલ


ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે. જો તમે હજુ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમારે આવતી કાલ સુધીમાં આ કામ કરી લેવું જોઈએ. 1 ઓગસ્ટથી રિટર્ન ફાઈલ કરવા માટે તમારે પેનલ્ટી ભરવી પડશે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં 5.83 કરોડ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આ આંકડો ગયા વર્ષના રેકોર્ડને વટાવી ગયો છે. કોઈપણ વ્યક્તિ કે જેણે હજુ સુધી તેના એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું નથી, તેણે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું કે 30 જુલાઈ 2023ના રોજ બપોરે 1 વાગ્યા સુધી 5.83 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા છે. આ આંકડો ગયા વર્ષે 31 જુલાઈ સુધી ફાઈલ કરાયેલા ITRની સંખ્યાને પાર કરી ગયો છે.


1 ઓગસ્ટથી પેનલ્ટી ભરવી પડશે


31 જુલાઈ પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓએ લેટ ફી ચૂકવવી પડશે. જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં 5 લાખ રૂપિયાથી વધુ કમાણી કરે છે, તો તેને 5,000 રૂપિયા મોડા દંડ તરીકે ચૂકવવા પડશે. જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેણે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે. 31 ડિસેમ્બર, 2023 સુધી દંડ સાથે મોડું ફાઇલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.