ગુજરાતમાં આજે ક્યાં થશે મેઘમહેર ?
આજે ફરી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં ઘણા લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરીવાર મેઘરાજાની પુન:પધરામણી થઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યમાં વલસાડ, દમણ, અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, નર્મદા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદ થવાની સંભાવના છે.
શું છે હવમાન વિભાગની આગાહી ?
હવમાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ રહશે . તદુપરાંત હવામાન વિભાગે હાલ પૂરતી ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. જો વરસાદ જલ્દી વિદાય નહીં લેયતો નવરાત્રિમાં વિઘ્ન બની શકે છે.