Gujaratમાં ફરી એક વખત જામશે વરસાદી માહોલ, સાંભળો વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-23 18:53:22

આપણે ત્યાં કહેવાય છે કે ભાદરવો ભરપૂર... ભાદરવા મહિનામાં વરસાદની સંભાવના જોરદાર રહેતી હોય છે. વરસાદી માહોલ ભરપૂર જામેલો હોય છે. ત્યારે આ વખતે પણ મેઘરાજા ફૂલ બેટિંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિના દરમિયાન અનેક જિલ્લાઓમાં એટલો ભયંકર વરસાદ થયો કે મહેર કહેરમાં પરિવર્તિત થઈ ગયો. ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે અનેક જગ્યાઓ પર ફરી એક વખત વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.

ગુજરાતમાં વરસ્યો છે 100 ટકા વરસાદ

બિપોરજોય વાવાઝોડા બાદ વરસાદની સિસ્ટમ એકદમ અલગ થઈ ગઈ છે. ચોમાસાની સિસ્ટમ જાણે વાવાઝોડાને કારણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ રહ્યો પરંતુ જેમ જેમ ઓગસ્ટ મહિનો આવ્યો તેમ તેમ વરસાદ ગુજરાતથી દૂર જતો રહ્યો તેવું લાગ્યું. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત મેઘ મહેર જોવા મળી. ગુજરાતમાં સાર્વત્રિક 100 ટકા વરસાદ નોંધાઈ ગયો છે.  ચોમાસું હવે સમાપ્તિના આરે હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વરસાદનો બીજો એક રાઉન્ડ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  


ચોમાસાના વિદાયની થઈ શરૂઆત - અંબાલાલ પટેલ 

અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીને સાચી માનવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જતા પહેલા વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે. આગામી 24 કલાક પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. કાકાની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર માટે આગાહી કરતા તેમણે કહ્યું કે પવન ફૂંકાશે, તે ઉપરાંત સામાન્ય વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 


ઓક્ટોબર મહિનામાં આવી શકે છે ચક્રવાત - હવામાન નિષ્ણાત 

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિ જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ શકે છે. આ ગતિવિધિ 24થી 25 સપ્ટેમ્બરમાં વધી જશે. જેના કારણે 26થી 29 સપ્ટેમ્બરમાં વરસાદ થશે. ક્યાંક વધારે વરસાદ રહેવાનું અનુમાન છે. આ તારીખો દરમિયાન વરસાદી માહોલ તો રહેશે પંરતુ ઓક્ટોબરમાં ચક્રવાત સક્રિય થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. આગાહી મુજબ 2થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને વરસાદ જ્યારે આવશે ત્યારે હવે ચક્રવાતનો વરસાદ હશે.




સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..